AhmedabadGujarat

વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ, આ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદમાં સાંજના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીએ જોર પકડ્યું હતું. જ્યારે વરસાદી માહોલ બનતા અમદાવાદવાસીઓને ગરમીથી રાહત આપી દીધી છે.

અમદાવાદના શ્યામલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, નરોડા, ગોતા, ચાંદલોડીયા સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું જોર વધુ હોવાના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યા છે.

અમદાવાદના ઓઢવમાં માત્ર એક જ કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે પાલડીમાં 2 ઈંચ, નિકોલ અને કઠવાડામાં દોઢ ઈંચ, વિરાટનગર, સરખેજમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

અમદાવાદમાં સાંજ પડતાની સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. વરસાદના લીધે આશ્રમ રોડ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, બાપુનગર અને ઇન્ડિયા કોલોની રસ્તાઓ પર પાણી ફરિયા છે. જ્યારે એસજી હાઈવેમાં વરસાદના લીધે પાણી ભરાયા છે. તેના લીધે ઓફીસથી ઘરે જવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. જ્યારે વરસાદના લીધે અમદાવાદમાં ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદી માહોલ બન્યો છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલને આગાહી કરી છે. એવામાં અમદાવાદમાં વરસી રહેલા વરસાદના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.