Gujarat

રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગે બિપરજોય તોફાન અંગે પ્રતિક્રિયા આપી છે. રાત્રે વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જો ડિપ્રેશન બનવામાં સમય લાગશે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકે છે. અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગે આગામી ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ઝડપ 41 થી 61 પ્રતિ કલાક રહેશે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, સુરત, ડાંગ, ભરૂચ, રાજકોટ નવસારી, વલસાડ, દમણ, દાદર હવેલીમાં વરસાદની આગાહી છે.