Gujarat

હાઈકોર્ટે જયંતિ રવિને આપી ચેતવણી, હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે…

રાજ્ય સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના સામે જજૂમી રહ્યો છે બીજી બાજુ સરકારે પણ આ મહામારી સામે લડવા સમગ્ર દેશભરમાં લોકડાઉન લાદી દીધું છે. છતાં પણ કોરોનાના કેસ ઓછા થવાનું નામ લેતા નથી દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. આ મુદ્દે હાઈકોર્ટે સરકાર સહિત જયંતિ રવિનો ઉધડો લીધો છે

હાઈકોર્ટે સરકારને ઉધડો લેતા કહ્યું છે કે કોવિડ ટેસ્ટ માટે કોઈપણ ફિઝિશિયન કે સર્જન મંજૂરી માંગી શકશે. 24 કલાકની અંદર ટેસ્ટ માટે મંજૂરી આપવા માટે હાઈકોર્ટ ધ્વારા સરકારને આદેશ કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે અગાઉ 48 થી 72 કલાક સુધી પણ ટેસ્ટ માટે મંજૂરી નહોતી મળી શકતી. અને મંજૂરી ન મળવાના કારણે દર્દીઓને ભારે હેરાનગતિ પણ ભોગવવી પડતી હતી. એટ્લે આ મુદ્દે હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો છે.

સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે નામદાર હાઈકોર્ટે કોરોના મુદ્દે લોકોને પડી રહેલ તકલીફ મુદ્દે જયંતિ રવિને ચેતવણી આપી છે. કોરોનાના ટેસ્ટ બાબતે હાઈકોર્ટે સરકાર સહિત જયંતિ રવિને પણ ફટકાર આપી છે.સિવિલ હોસ્પીટલમાં પૂરતી સારવાર ના મળે તો તેની જવાબદારી આરોગ્ય સચિવની રહેશે એવું નામદાર હાઇકોર્ટ ધ્વારા કહેવામા આવ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે સ્પષ્ટપણે સૂચના આપી દીધી છે કે હોસ્પીટલમાં દર્દીઓને યોગ્ય ટ્રીટમેંન્ટ મળવી જોઈએ અને દર્દીઓને કોઈપણ જાતની અગવડતા ના પડવી જોઈએ.તમને એ પણ જણાવી દઈએ કે નામદાર હાઈકોર્ટે સિવિલ હોસ્પિટલ અંગે સ્પષ્ટતા પણ કરી હતી.