BollywoodPolitics

હિજાબ વિવાદ પર હેમા માલિનીનું આવ્યું રીએક્શન…

કર્ણાટકની સ્કૂલ-કોલેજમાં બુરખો અને હિજાબ બેન કરવાને લઈને આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દા પર રાજનીતિના લોકો સિવાય બૉલીવુડ સાથે જોડાયેલ લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેટલાક લોકો સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મ યુનિફોર્મનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે દરેક વ્યક્તિને સ્કૂલ-કોલેજમાં પોતાના જેવા પોશાક પહેરીને આવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કમલ હાસન અને રિચા ચઢ્ઢા જેવા લોકો શાળામાં હિજાબ પહેરવાનું સમર્થન કરી રહ્યા છે, હવે સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ પણ આ મુદ્દે પોતાનું વલણ વ્યક્ત કર્યું છે.

કર્ણાટકમાં હિજાબ વિવાદ મુદ્દે બીજેપી નેતા અને સાંસદ હેમા માલિનીનું નિવેદન સામે આવ્યું છે. હેમા માલિનીએ કહ્યું કે શાળાઓ શિક્ષણ માટે છે અને ત્યાં ધાર્મિક બાબતોને અપનાવવી જોઈએ નહીં. યુપીના મથુરાના સાંસદ હેમા માલિનીએ વધુમાં કહ્યું કે દરેક શાળામાં યુનિફોર્મ હોય છે જેનું સન્માન કરવું જોઈએ. તમે શાળાની બહાર ગમે તે પહેરી શકો છો.બીજી બાજુ કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખત્યાર અબ્બાસ નકવીએ હિજાબ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કહ્યું છે કે કોઈપણ સંસ્થાનને ‘ડ્રેસ કોડ, ડિસિપ્લિન, ડેકોરમને સાંપ્રદાયિક રંગ આપવો એ આપણાં દેશની સંસ્કૃતિ વિરુધ્ધ એક સાજિશ કહેવાશે.

તમને જણાવી દઈએ કે આ વિવાદ આ વર્ષે જાન્યુઆરીમાં કર્ણાટકના ઉડુપી અને ચિક્કામગાલુરુથી શરૂ થયો હતો. તે સમયે, કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં, છોકરીઓ હિજાબ પહેરીને આવી હતી, જે પછી મામલો વધુ જોર પકડ્યો હતો. આ પછી રાજ્યના કુંદાપુર અને બિન્દુરમાં પણ આ જ રીતે હિજાબ પહેરેલી કેટલીક વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં આવી જતાં મામલો ઘણો વધી ગયો હતો. હાલ મામલો હાઈકોર્ટમાં છે.

કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક શિક્ષણ અધિનિયમ, 1983 ની કલમ 133 લાગુ કરી છે. જેના કારણે હવે તમામ શાળા-કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સરકારી શાળાઓ અને કોલેજોમાં માત્ર નિર્ધારિત યુનિફોર્મ જ પહેરવામાં આવશે, ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકશે.