AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલ હોમગાર્ડ નિલેશ ખટિકની ઘરની પરીસ્થિતિ જાણી તમારી આંખો થઈ જશે ભીની

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈના રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. તેની સાથે આ અકસ્માતને લઈને સતત ચર્ચાઓમાં ચાલી રહી છે. એવામાં અકસ્માતમાં નવ મૃતકોમાં હોમગાર્ડ તરીકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર નિલેશ ખટિકનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

નિલેશ ખટિકની વાત કરીએ તો તે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે કોન્સ્ટેબલની નોકરીમાં જોડાયો હતો. નિલેશ ખટિક માતા-પિતા અને ભાઈઓ માટે નિલેશ હોમગાર્ડની સામાન્ય પગારની નોકરી કરી રહ્યો હતો. પરંતુ આ પરિવારનો આ આધાર છીનવાઈ ગયો છે. એક કરોડપતિના દીકરા દ્વારા આ ગરીબ યુવાનનો જીવ લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, નિલેશ ખટીકનું ઘર અમદાવાદના વેજલપુરમાં આવ્યું છે. તેમના ઘરની પરીસ્થિતિ જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. કેમકે 24 વર્ષના જુવાન જોધ દીકરાને ગુમાવવાને કારણે તેની માતાના આંસુ હજી પણ રોકાઈ રહ્યા નથી. ઘરની બહાર બેઠેલા નિલેશના પિતા હજુ પણ એ માનવા તૈયાર નથી કે તેમનો વ્હાલસોયો દીકરો હવે તેમની સાથે રહેલો નથી. ગરીબીમાંથી બહાર આવવા માટે દીકરો નિલેશ તૈયારી કરીને કોન્સ્ટેબલ બનશે તેવા સપનાઓ માતા-પિતાએ જોયા હતા. પરંતુ 19 જુલાઈની રાત્રી કાળમુખી જેગુઆર આવી અને તેમના દીકરાનો જીવ લઈને ચાલી ગઈ હતી.

જ્યારે નિલેશના બે કાકા એવા કનુભાઈ બોરાણા અને ધર્મેશ બોરાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નિલેશ ખટીક મારો ભત્રીજો છે. મારા ભાઈ મોહનભાઈ તેમના ત્રણ દીકરા અને પત્ની સાથે ભાડે મકાન રાખીને વેજલપુરમાં આવેલા રબારી છાપરા વિસ્તારમાં 25 વર્ષથી રહી રહ્યા છે. અકસ્માતમાં મોતને ભેટનાર નિલેશભાઈના પિતા મોહનભાઇ ભાઈ છકડો રીક્ષા ચલાવે છે અને ફેરા કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. જ્યારે નિલેશના માતા આજુબાજુમાં ઘરકામ કરે છે. નિલેશના મોટાભાઇ હોમગાર્ડમાં વાસણા પોલીસ સ્ટેશનમાં રહેલા છે. જ્યારે નાનો ભાઈ 10 માં ધોરણમાં અભ્યાસ કરે છે. નિલેશે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના લીધે તે ગ્રેજ્યુએશનની સાથે સાથે હોમગાર્ડમાં જોડાઈ ગયો હતો. એમના ભાઈએ જમવા માટે ફોન કર્યો તો નિલેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે, હું આવી શકીશ નહીં કેમકે નિલેશભાઈ ડાયરેકટ બોડકદેવ પોલીસ સ્ટેશન પર તેમની ફરજ પર હજાર રહેલા હતા અને લગભગ 11 વાગ્યાના બોડકદેવ પોલીસ સ્ટેશન તે પહોંચ્યા હતા.

જ્યારે રાત્રીના એક વાગ્યે આજુબાજુ વિસ્તારમાં ચા પીવા માટે નીકળ્યા હતા અને ચા લેવા ગયા તે સમયે તેમણે આ ઘટના જોઈ એટલે એક્ટિવા ઊભું રાખીને તેની મદદ કરવા માટે તે ગયેલા હતા. નિલેશ જેમનો એક્સિડન્ટ થયો હતો તેમને બહાર કાઢવાનો અને એ બધું કામ કરી રહ્યા હતા તે સમયે એટલી વારમાં જ 160 ની સ્પીડમાં જેગુઆર કાર આવી ગઈ અને પોલીસ હોમગાર્ડ સહિત હાજર તમામ લોકોને અડફેટે લીધા હતા. આ સ્ક્માતમાં નિલેશ પણ આ ગાડીની અડફેટે આવતા ત્યાં લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. ઘટના બાદ પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા આજુબાજુના પોલીસ સ્ટેશનના હોમગાર્ડનું આવી રીતે મૃત્યુ થયું હોવાની જાણકારી આપી હતી.