Gujarat

વાવાઝોડાની વચ્ચે મોડીરાત્રે બચાવ કામગીરી કરી રહેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ચારેકોર વખાણ થઈ રહ્યા છે, જુઓ વિડીયો

ગઈકાલે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડાથી ઘણા લોકો પ્રભાવિત થયા છે, બિપરજોય તોફાન ત્રાટકે તે પહેલા દરિયાકાંઠાના ઘણા ગામોને ખાલી કરાવવામાં આવ્યા હતા, ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તો પણ ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બચાવ ટીમ તેમનું કામ કરી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુજરાતના ગૃહમંત્રી Harsh Sanghavi કામ કરતાં જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ મોડી રાત્રે દ્વારકાની ઓચિંતી મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સ્થાનિકોની જરૂરી મદદ કરી હતી. વાવાઝોડાથી દ્વારકા જિલ્લામાં પણ નુકસાની થઈ છે. ગૃહમંત્રી ગઈકાલે રાતથી અહીં રોકાઈને પરિસ્થિતિની વિગતો લઈ રહ્યા હતા, હર્ષ સંઘવીએ તોફાનની પરિસ્થિતિનો સામનો કરવા માટે આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, ગુજરાત પોલીસ સહિતની તમામ એજન્સીઓની ટીમોનિ કામગીરીને પણ બિરદાવી હતી. જુઓ વિડીયો: