Home Quarantine ની બેદરકારી પડી ભારે, એક જ પરિવારના 26 લોકો કોરોના પોઝિટિવ આવ્યા
દેશમાં કોરોના સામે લડવા માટે લોકડાઉં ઉપરાંત હોમ ક્વોરેન્ટાઇન પણ અત્યંત મહત્વનું છે.વિદેશથી આવેલા અથવા કોઈ પોઝિટિવ કેસ આવ્યો હોય તો તેના ઘરના લોકોને ઘરની બહાર ન નીકળવા કહેવાયું છે પણ જો આમ એક ભૂલ કરી તો તે ભારે પડી શકે છે. દિલ્હીના કોરોના હોટસ્પોટ જહાંગીરપુરીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ પરિવારના 26 લોકો કોરોના પોઝિટિવ મળતા આરોગ્ય એજન્સી ચોંકી ગઈ હતી. 26 કેસમાં યુવાઓ સહીત બાળકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પરિવારના લોકો એક બીજાના ઘરે જતા હતા. એકબીજાના ઓરડામાં પ્રવેશતા અને એક બીજા સાથે મળતા હતા. હવે આ બેદરકારીનું પરિણામ એ છે કે આખા કુટુંબનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
જણાવી દઈએ કે દિલ્હીના જહાંગીરપુરીના સી બ્લોકમાં મહિલાની મોત બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી 60 થી વધુ લોકોને ત્યાં ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 26 લોકો પોઝિટિવ નોંધાયા છે. આ વિસ્તારને થોડા દિવસો પહેલા સીલ કરી દેવામાં આવ્યો હતો.
આ મહિલાના મોત બાદ તેને દફનાવવામાં આવી હતી. મહિલાનો રિપોર્ટ પાછળથી આવ્યો અને તે કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. આ મહિલાનો મૃતદેહ 6 એપ્રિલે આરએમએલ હોસ્પિટલ દ્વારા પરિવારજનો ને સોંપવામાં આવ્યો હતો અને 7 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિસ્તાર પહેલાથી જ હોટસ્પોટમાં શામેલ છે અને સંપૂર્ણ સીલ થઈ છે.
જો તમે પરિવાર સાથે ઘરે છો, તમારા ઘરની આસપાસ કોરોનાનો કેસ છે, તો પછી ટીવી જોતી વખતે,લુડો, કેરોમ અથવા અંતાક્ષરી રમવાની સાથે, ખાતરી કરો કે તમે દરેક પરિસ્થિતિમાં સામાજિક અંતરને અનુસરો છો કે નહીં. કેમ કે તમારી એક ભૂલ આખા પરિવાર પર ભારે પડી શકે છે.