GujaratSaurashtra

ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, પાટીલના ગઢમાં દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

દક્ષિણ ગુજરાત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણવામાં આવે છે. જ્યારે તેમના આ ગઢમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર દ્વારા તેમના હોદ્દા પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. ત્યારે દશરથ પવારના રાજીનામાથી ડાંગના રાજકારણ ગરમાવો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર દ્વારા તેમના હોદ્દા પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. તેમને પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને સંબોધીને એક પત્ર પણ લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા આવે વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવાર દ્વારા સહી પણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પ્રથમ રાજીનામું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમેરિકા જવાની ઘેલછા રાખવી ગુજરાતના આ પરિવારને પડી ભારે

તેની સાથે જાણકારી સામે આવી છે કે, ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લીધે કાર્યકરોની ચર્ચા અનુસાર આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. ભાજપ પ્રમુખ દ્વારા થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપ પ્રમુખના રાજીનામાને લીધે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

જ્યારે બીજી તરફ આજે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. બોટાદ જિલ્લા સંગઠનની અંદર તમામ નવા શહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા સંગઠનમાં કુલ 19 હોદેદારોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 6 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યલાય મંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા સંગઠનમાં તમામ જ્ઞાતિના કાર્યકરોને સામેલ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના કોંગ્રેસના આ ધારાસભ્ય એ 99 રૂપિયા દંડ ભરવો પડશે, જો નહીં ભરે તો 7 દિવસની જેલ થશે

આ પણ વાંચો: કોરોના રિટર્ન્સ? દેશમાં 129 દિવસ પછી આટલા કેસ સામે આવ્યા છે