CrimeIndia
Trending

હૈદરાબાદ પોલીસે 35 મિનિટમાં આ રીતે ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું, જાણો આખી ઘટના

Hyderabad police encounter gang-rape accused in 35 minutes

હૈદરાબાદ પોલીસે મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના ચાર આરોપીની ધરપકડ કરી હતી. શુક્રવારે સાયબેરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેવી રીતે ડો.દિશા ના ચાર આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર સૂર્ય નીકળતા પહેલા સવારે 5:40 વાગ્યા થી સવારે 6: 15 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.

પોલીસે 35 મિનિટની કાર્યવાહીમાં ડો. દિશાના આરોપીઓન ઢીમ ઢાળી દીધા હતા. ગોળીઓના ફફડાટથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ સમય દરમિયાન પોલીસ ટીમમાં ફક્ત 10 પોલીસકર્મીઓ હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા જેથી લેડી ડોક્ટર દિશાના મોબાઇલ, પર્સ અને અન્ય સામાન મળી શકે.

પોલીસનો દાવો છે કે જ્યારે ક્રાઇમ સીન રીક્રીએટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આરોપીઓએ પોલીસ ઉપર પથ્થરો વડે હુમલો કર્યો હતો અને 2 હથિયારો લઈ ગયા હતા. આ પછી આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન 2 પોલીસ કર્મીઓને માથામાં ઇજાઓ પહોંચી હતી.

પોલીસ એમ પણ કહે છે કે શસ્ત્રો લઇને ભાગતા આરોપીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ ના પાડી હતી અને પોલીસ પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. મોહમ્મદ આરીફ, જોલુ શિવા,જોલુ નવીન અને ચિંતાકુટના ચાર આરોપીઓને કોર્ટના આદેશથી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.

શુક્રવારે જ્યારે એક એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓને ઠાર મારવામાં આવ્યાના સમાચાર મળતા હૈદરાબાદમાં ખળભળાટ મચી ગયો હતો. એન્કાઉન્ટરના સ્થળે લોકો એકઠા થયા હતા. આ સમય દરમિયાન કેટલાક લોકોએ પોલીસની પ્રશંસા કરી હતી, જ્યારે કેટલાક લોકોએ પ્રશ્નો ઉભા કર્યા હતા. હવે આ એન્કાઉન્ટર અંગે ઉગ્ર પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે, પોલીસ કાયદો છે અને પોલીસ કોર્ટ છે? શું પોલીસ એન્કાઉન્ટર માટે યોગ્ય માર્ગ છે?

શું હતો મામલો?

પીડિતાનો ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી અને તેનું શરીર સળગાવવામાં આવ્યું હતું. આ પછી, તેલંગણા પોલીસે આ કેસમાં આ ચારે આરોપીઓની ધરપકડ કરી હતી. શુક્રવારે સવારે તેલંગાણા પોલીસે આરોપીને તે જ સ્થળેથી ધરપકડ કરી હતી જ્યાં 27 નવેમ્બરની રાત્રે હૈદરાબાદના શમશાબાદ ટોલ પ્લાઝા નજીક ડો. દિશા સાથે ગેંગરેપ કર્યો હતો અને હત્યા કરીને લાશને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. .