CrimeIndia
Trending

હૈદરાબાદ રેપના આરોપીઓએ એન્કાઉન્ટર પહેલા પોલીસને આ ખૌફનાક વાતો જણાવી હતી, જાણો

દિશા ગેંગરેપ અને મર્ડર કેસના ચારે આરોપીઓને 6 ડિસેમ્બરે કબૂલાત આપી હતી, પરંતુ હવે લોકો સામે તે વાત આવી છે કે આજ સુધી દબાવી દેવાઈ હતી. પોલીસ રિમાન્ડમાં આરોપીએ બનાવની રાતની સત્યતા જણાવી હતી જે પુરાવા સાથે મેળ ખાતી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી છે કે અગાઉ તેઓ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આવી 3 થી 4 ઘટનાઓ ને અંજામ આપી ચુક્યા છે જો કે તેની પુષ્ટિ હાલ થઈ રહી છે.

આરોપીઓએ જણાવ્યું હતું કે 26 નવેમ્બરની સાંજે તેઓ ટ્રક સાથે શમસાબાદ ટોલ પર પહોંચ્યા હતા પરંતુ ટ્રક બુક થઈ ન હતી. માલિક શ્રીનિવાસન રેડ્ડીએ ત્યાં રોકાવાનું કહ્યું.27 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી તમામ આરોપીઓ દારૂ પીવા લાગ્યા હતા, સાંજ 6 વાગ્યા સુધીમાં ચારે આરોપીઓએ દોઢ બોટલ દારૂ પીધો હતો.

27 નવેમ્બરના રોજ સાંજના 6 વાગ્યે પીડીતાએ એ સ્કૂટીને ટોલ પ્લાઝા નજીક આરોપીની ટ્રક પાછળ ઉભી રાખી હતી. પીડિતાના ચહેરા પર કપડું બાંધેલું હતું.પીડીતાએ જયારે ચહેરા પરથી કપડું હટાવ્યું ત્યારે રમણ (નામ બદલેલ છે) ની નજર પીડિતા પર ગઈ અને તેણે આરિઝ (નામ બદલાયું) તરફ ઇશારો કર્યો. તે જ સમયે આરોપીઓએ નિર્ણય લીધો હતો કે ઘટનાને અંજામ આપવાનો છે. આ પછી આયોજન સાથે કબીર (બદલાયેલ નામ) એ દિશાની સ્કૂટીની હવા કાઢી નાખી હતી. આશરે 9.15 વાગ્યે જ્યારે દિશા શમસાબાદ ટોલ પ્લાઝા પર પહોંચી ત્યારે દિશાને લાગ્યું કે ત્યાં સ્કૂટી પંચર છે. તે ગભરાઈ ગઈ અને પ્લાનિંગ મુજબ આરીઝ તેની પાસે ગયો અને અને મદદ ની વાત કરી.

શિવમ (નામ બદલ્યું છે) પીડિતાની સ્કૂટી લઈને પંચર કરાવવા ગયો. દરમિયાન પીડીતાએ તેની બહેન સાથે પણ વાત કરી અને ડરની વાત કરી. 10 મિનિટ પછી શિવમ એ જ સ્કૂટીંગમાં પાછો ફર્યો. દિશાએ જ્યારે શિવમને પૈસા આપવાનું શરૂ કર્યું ત્યારે તમામ આરોપીઓ મદદગાર હોવાનો ઢોંગ કરીને પૈસા લેવાની ના પાડી દીધા હતા.

તે પછી આરિઝે દિશાના ચહેરા પર કપડું મૂકી અને તેનું મોં દબાવ્યું. ટોલ પ્લાઝા નજીક ખાલી પ્લોટમાં ચારેયે પીડિતાને બળજબરીથી ઢસડી હતી. ત્યાં આરિઝે પીડિતાના મોમાં દારૂ રેડ્યો પછી પીડિતા બેહોશ જેવી થઈ ગઈ હતી.કિડનેપિંગ દરમિયાન પીડીતાએ અવાજ કર્યો હતો પરંતુ ટ્રાફિકના અવાજમાં કોઈએ આ અવાજ સાંભળ્યો ન હતો. ખાલી પ્લોટમાં ચારેય શખ્સોએ ગેંગરેપ કર્યો હતો.

લગભગ પોણા 11 વાગ્યે ચારે આરોપીઓ બેભાન અવસ્થામાં ધાબળમાં પીડિતાને લપેટીને ટ્રકમાં મૂકી દીધી હતી. શિવમ અને કબીરે સ્કૂટી લીધી અને લારીની પાછળ જવા લાગી. પીડિતા હજુ પણ જીવતી હતી.આરોપીઓએ રસ્તામાં પણ હેવાનિયતની હદ વટાવી હતી. શિવમે NH 44 થી પેટ્રોલ ખરીદ્યું હતું અને છત્નપલ્લીના પુલ નીચે ગયા હતા. ત્યાં જ પીડીતાએ બૂમો પાડતા તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી.

તે પછી પીડિતાના શરીર પર પેટ્રોલ અને ડીઝલ છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી. તે ચારેય લોકો 15 મિનિટ સુધી મૃતદેહની પાસે ઉભા રહી બધું જોઈ રહયા હતા.