સુરત: ધોરણ-11માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની એ ‘I hate life’ લખી આપઘાત કર્યો, સુસાઇડ નોટ વાંચીને આંખમાં આંસુ આવી જશે
સુરત: પલસાણાનાં બલેશ્વરમાં રહેતી ધોરણ-11ની વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સગીરાએ આત્મહત્યા કરતાં પહેલા અંગ્રેજીમાં સુસાઇડ નોટ પણ લખી હતી જે મળી આવી છે જે વાંચીને સૌ કોઈની આંખમાં પાણી આવી જશે. જેમાં એક પેજમાં ‘I hate life’ લખ્યું હતું.
ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીનીની 12માં ની બોર્ડની પરીક્ષાને કારણે શાળામાં રજા આપવામાં આવી હતી. તે ઘરે જ હતી અને માતા નોકરીએ ગઈ હતી. તેનો નાનો ભાઈ પણ ઘરે નહોતો તે દરમિયાન ઘરે એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.તેણીએ આપઘાત પહેલા 3 પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં આઈ હેટ લાઈફ લખ્યું હતું.
સુસાઇડ નોટ મુજબ આપઘાતનું કારણ માતા-પિતા ના છૂડાછેડા હોવાનું પણ સામે આવ્યું છે.હાલ તેણી માતાના ભાઈના ઘરે માતા અને ભાઈ સાથે રહેતી હતી પણ જીવનથી કંટાળી ગઈ હતી. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું જેનું ગુજરાતીમાં ભાષાંતર આ મુજબ છે:
હું મારી લાઈફની દર્દભરી કહાની આ બુકમાં લખું છું. ઉપરવાળાએ મને લાઈફ તો આપી પણ મને લાઈફમાં લાગણીઓને સમજવાવાળું કોઈ ન આપ્યું. મને એક પરિવાર પણ આપ્યો છે પણ મારી લાઈફમાં કોઈનો પ્રેમ લખ્યો નથી. મારી લાઈફમાં મારા પરિવારના લોકોનો પ્રેમ લખ્યો નથી. મને ફક્ત મારા પરિવારે મોંઘા કપડાં અને સારી જગ્યાઓ દેખાડી છે પણ બસ એ લોકો મને પ્રેમ કરવાનું ભૂલી ગયા.
મને બસ પ્રેમ સિવાય બીજું કઈ નથી જોતું. મને લાગે છે કે મારી લાઈફમાં પ્રેમ લખ્યો જ નથી. મને લાગે છે કે ઉપરવાળો છે કે નહીં, અને જો છે તો તેણે મારી ફિલિંગને કેમ ન સમજી. તેને કેમ મારું દર્દ સમજમાં નથી આવતું. પહેલાં તેણે મારા પિતા મારા પાસેથી છીનવી લીધા પછી હું મારી ખુશીમાં પૂરી રીતે તૂટી ગઈ છું. હું દરરોજ એમ વિચારીને રડું છું કે આ આસું એક દિવસ ખુશીમાં બદલાશે. પણ આવું ક્યારેય નહીં થાય. કેમ કે મારી લાઈફમાં ક્યારેય ખુશી લખી જ નથી. તે ફક્ત મારા આસુંની મજાક બનાવી રહ્યો છે.