જો નોકરી અને વ્યાપારમાં સમસ્યા આવતી હોય તો, વડના પાનથી કરો આ ઉપાય.
હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈકને કોઈક દેવી-દેવતાઓને સમર્પિત છે. મંગળવાર નો દિવસ પવનપુત્ર હનુમાનજીને સમર્પિત છે આ દિવસે મંગળનું પ્રતિનિધિત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહના ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. એ ઉપાય કરવાથી કાર્યમાં આવી રહેલા વિઘ્ન અને નોકરી વેપારમાં આવી રહેલી સમસ્યા દૂર થાય છે, ઉપરાંત હનુમાનજીની પૂજા કરીને પણ આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. સનાતન ધર્મમાં વૃક્ષોનો પણ ઉલ્લેખ મળે છે. જેના દ્વારા આપણે આપણું નસીબ ચમકાવી શકીએ છે. તો આજે આપણે એવા જ ઉપાય વિશે જાણીશું. જે વડના પાન સાથે જોડાયેલા છે. જેનાથી ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
નોકરી વેપાર માટેના ઉપાય :- જો નોકરી અને વેપારમાં સમસ્યા આવી રહી હોય અને જીવનમાં આર્થિક તંગી દૂર થતી ન હોય તો મંગળવાર અને શનિવારના દિવસે વડના વૃક્ષ પર હળદર અને કેસર ચઢાવવાથી આ સમસ્યાઓથી છુટકારો મળે છે. એવું માનવામાં આવે છે કે, વેપાર અને નોકરીમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન આવી રહ્યું હોય તો તે દૂર થઈ જાય છે.
જીવનમાં સતત આવતી સમસ્યાઓ દૂર કરવાનો ઉપાય :- જો તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવી રહી હોય તો નિયમિત રીતે સાંજના સમયે વડના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી બધી સમસ્યાઓનું સમાધાન મળી જાય છે.
નકારાત્મકતા દૂર કરવા માટેનો ઉપાય :-જો તમારા ઘરમાં કાયમ નકારાત્મકતા બની રહેતી હોય જેવી રીતે કે ઝઘડા થવા, વિવિધ પ્રકારના વિઘ્ન ઉત્પન્ન થવા તો અમાસના દિવસે એક નારીયલ લાલ કપડામાં લપેટીને આખા ઘરમાં ફેરવીને વડના વૃક્ષ પર લટકાવી દેવું. આ ઉપાય કરવાથી નજર દોષથી મુક્તિ મળે છે.
કાર્યમાં આવતા વિઘ્નને દૂર કરવાનો ઉપાય :-જો તમારું કોઇપણ કામ બનતા બનતા બગડતું હોય એટલે કે કાર્યમાં વિઘ્ન આવતું હોય તો વડના પાન પર, તમારી ઈચ્છા લખીને રવિવાર ના દિવસે નદીના વહેતા જળમાં પ્રવાહિત કરી દેવું. આ ઉપાય કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે.