સાવધાન! જો તમે પણ લગ્ન માટે સારા જીવનસાથી ની શોધ કરી રહ્યા છો, તો આ બનાવ તમારે ચોક્કસથી જાણવો જોઈએ
આપણા દેશમાં નારીને ઘણું માન સન્માન આપવામાં આવે છે જયારે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નારી પર એવો ત્રાસ આપવામાં આવે છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. ત્યારે હવે આ કળિયુગના સમયમાં કોઈ પણ સુરક્ષિત જણાઈ રહ્યું નથી. આપણે વિચારી પણ નથી શકતા કે મહિલાઓ સાથે ગમે ત્યારે ગમે તે બનાવ બની શકે છે, જેના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. ત્યારે આજે એક એવો બનાવ સામે આવ્યો છે, જેને જાણીને તમે પણ ચોકી જશો.
અમદાવાદ શહેરમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જે મહિલાઓ માટે ચેતવણી રૂપ છે. આ બનાવમાં એક યુવતીએ તેના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે આ યુવતીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના લગ્ન પહેલા તેના સસરાએ તેમનો દીકરો સારી નોકરી અને સારો પગાર લાવતો હોવાનું કહીને તેની સાથે લગ્ન કરાવી દીધા હતા. પરંતુ જયારે આ યુવતી લગ્ન કરીને તેની સાસરે ગઈ ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેનો પતિ તો એક સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.
આ અંગે જયારે યુવતીએ તેના પતિ સાથે વાત કરી તો તેને તેની સાથે ઝગડાઓ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેના સસરાએ તેને કહ્યું હતું કે મારો દીકરો ગમે તે કામ કરે તારે શું? હું તમારા બધાનું પૂરું કરું છું ને?….આ ઉપરાંત આ યુવતીની સાસુ અને પતિએ તેની પાસે દહેજ માંગવાનું પણ શરૂ કરી દીધું હતું અને જયારે તેનો પતિ દારૂ પીને તેને માર પણ મારવા લાગ્યો હતો. આટલું જ નહિ જયારે આ યુવતીએ એક દીકરીઓને જન્મ આપ્યો તો તેની સાસુ અને તેનો પતિ બંને તેને ટોણા મારવા લાગ્યા હતા.
આ ઉપરાંત યુવતીના પતિએ તેના દાગીના વેચીને તેની દીકરીના સ્કૂલમાં એડમિશન કરવા માટે અને તેને હોટલનો ધંધો શરૂ કરવા માટે તેની પાસે વારંવાર દહેજ માંગીને તેને ત્રાસ આપી રહ્યો હતો. આખરે આ યુવતીએ કંટાળીને આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક 27 વર્ષીય યુવતી રહે છે જે મૂળ કર્ણાટકની છે અને તેના લગ્ન વર્ષ 2013માં મુંબઈમાં રહેતા એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. જો કે આ યુવતીના લગ્ન પહેલા યુવતીના સસરાએ તેનો દીકરો સારી નોકરી અને સારો પગાર લાવતો હોવાનું જણાવ્યું હતું. જો કે યુવતીના લગ્ન પછી તેને ખબર પડી કે તેનો પતિ તો એક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. અંગે યુવતીએ પતિને પૂછતાં તેને માર મારીને ત્રાસ આપવા લાગ્યો હતો. ત્યારે હવે આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.