Gujarat

મોટા સમાચાર : સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા માટે જવાનું વિચારી રહ્યા છો આ સમાચાર જરૂર વાંચો

ચીનમાં કોરોના વિસ્ફોટ થતા સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ ઉભો થઈ ગયો છે. તેના લીધે ભારતના તમામ રાજ્યોમાં તેની સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જયારે હવે આ કોરોનાનો કહેર ગુજરાતના ફરવાલાયક સ્થળો પર જોવા મળી રહ્યો છે. કેમકે ગુજરાતના ફરવાલાયક સ્થળો પર કોરોનાની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી રહી છે. એવા જ સમાચાર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને લઈને સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતા લોકો માટે માસ્ક ફરજિયાત પહેરવાનું કહેવામાં આવ્યું છે. કોરોનાના કહેરને જોતા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જ્યારે હજારો દેશી-વિદેશી પ્રવાસીઓએ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

તેની સાથે ગુજરાત સરકાર કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે એલર્ટ મોડ આવી ગઈ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમોનું પાલન કરવા માટેનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત પણ કરવામાં આવ્યું છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ જાણકારી સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ઓફિશિયલ રીતે ટ્વીટ કરીને આપવામાં આવી છે.