ગોળની ચા પીશો તો માઈગ્રેન સહિત શરીરની આ બીમારીઓ થઈ જશે દવા વિના જ દૂર
આપણા દેશમાં ચાલુ સેવન સૌથી વધારે કરવામાં આવે છે. લોકોના દિવસની શરૂઆત એક કપ ચા થી થાય છે. તેમાં પણ શિયાળા દરમિયાન ચાલુ પ્રમાણ વધી જતું હોય છે કારણ કે લોકો ઠંડીમાં ગરમ ચા પીને આનંદ મેળવતા હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં ચાલુ સેવન કરવું નુકસાનકારક છે. કારણ કે ચા ની અંદર ખાંડનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ જો તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને ચા બનાવી તેનું સેવન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પાચનતંત્ર મજબૂત – ખાંડને બદલે ગોળ ઉમેરીને ચા બનાવી હોય અને તેનું સેવન કરશો તો પાચનતંત્ર મજબૂત. ગોળ વાળી ચા નિયમિત રીતે પીવાથી કબજિયાત એસિડિટી અપચો જેવી તકલીફો દવા વિના જ દૂર થઈ જાય છે
એનિમિયા – જે લોકોને શરીરમાં રક્તની ઉણપની ફરિયાદ હોય તેમણે નિયમિત રીતે ગોળની ચા પીવી જોઈએ. ગોળમાંથી બનેલી ચા શરીરમાં આયર્નનું પ્રમાણ વધારે છે અને રક્ત કોષિકાઓનું નિર્માણ પણ કરે છે તેનાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે.
વજન ઘટાડવા માટે – જો તમે વજન ઘટાડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હોય તો ખાંડવાળી ચાને બદલે ગોળવાળી ચા પીવાનું શરૂ કરો. ગોળ વાળી ચા પીવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધતું અટકે છે.
માઈગ્રેન થી રાહત – જો તમને માઈગ્રેન ની ફરિયાદ હોય અને વારંવાર માથામાં સખત દુખાવો રહેતો હોય તો ખાંડવાળી જાને બદલે ગોળવાળી ચા નિયમિત રીતે પીવાનું શરૂ કરો. તેનાથી માઈગ્રેન ની સમસ્યાથી મુક્તિ મળે છે.