ગુજરાતમાં સહિત દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. એવામાં આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા 15 રાજ્યોમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આવતીકાલે છ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના સિવાય મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામ આવ્યું છે.
તેની સાથે દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દિલ્લીમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે નવમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે.
જ્યારે ઉત્તરાખંડમાં છ સપ્ટેમ્બરના અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં સાત સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે. તેના સિવાય ઉત્તર પ્રદેશમાં છ સપ્ટેમ્બરના, ઉત્તરાખંડમાં સાતમી સપ્ટેમ્બર સુધી અને રાજસ્થાનમાં નવમી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરામાં 11 સપ્ટેમ્બરના અને આસામ, મેઘાલય, ઓડિશામાં સાતમી સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી કરી છે. અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
તેની ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાતમી અને આઠમી સપ્ટેમ્બરના રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જ્યારે નવમી સપ્ટેમ્બરના ભારે વરસાદની શક્યતા રહેલી છે.