AhmedabadGujarat

મામીના અશ્લીલ ફોટા અને વીડિયો લઈને ભાણેજે મામી સાથે….

ઘણી વખત લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે પછી તેઓ સંબંધોની મર્યાદાને પણ ઓળંગી દેતા હોય છે. અને પછી આ મર્યાદા ઓળંગવી તે લોકોને પાછળથી ભારે પડતી હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં મામી અને ભાણેજ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અને બાદમાં બંનેએ એકબીજા સાથે હોટલમાં શારીરિક સુખ માણ્યું હતું. જો કે, તે દરમિયાન ભાણેજે મામીની મરજી વિરુદ્ધ તેમના કેટલાક અશ્લીલ ફોટા પોતાના મોબાઈલમાં લઇ લીધા હતા. અને બાદમાં ભાણેજે તે ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા આ સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેખ અને કલ્પેશ બંને સંબંધમાં મામી ભાણેજ થાય છે. સુરેખાના ઘરે તેની ભાણેજ કલ્પેશ અવારનવાર આવતો રહેતો હતો. આજથી ત્રણ વર્ષ પહેલાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને જણાએ બેથી ત્રણ વખત એકબીજાની મરજીથી હોટલમાં જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એક દિવસ હોટલમાં જ ગયા ત્યારે કલ્પેશે મામીની મરજી વિરુદ્ધ તેમના કેટલાક અશ્લીલ ફોટા તેમજ વીડિયો મોબાઈલમાં લઈ લીધા હતા. સુરેખાએ તે વખતે કલ્પેશને બધું જ ડીલીટ કરી દેવા માટે કહ્યું હતું. તેમ છતાં તેણે આમ કર્યું નહતું. આ દરમિયાનમાં કલ્પેશની પત્નીને આ બંને મામી ભાણેજ વચ્ચે ચાલતા પ્રેમ સંબંધની જાણ થઈ જતા મામી સુરેખાના ઘરે કલ્પેશની પત્ની તેમજ તેની માતા બંને ઝઘડો કરવા ગયા હતાં. ત્યાર પછી સુરેખાએ તેના ભાણેજ કલ્પેશ સાથે તમામ સબંધ તોડી નાખ્યા હતા.

બે દિવસ અગાઉ સાંજના સમય દરમિયાન સુરેખાના દીકરા પર તેના મિત્રનો ફોન આવ્યો જેમાં તેણે કહ્યું કે, અલગ અલગ વોટસઅપ ગ્રૂપમાં તારી મમ્મીના અશ્લીલ વીડિયો ફરે છે. બાદમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્રણ વર્ષ પહેલાં કલ્પેશે હોટેલમાં સુરેખા સાથે જે અશ્લીલ ફોટા અને વીડિયો ઉતાર્યા હતા તે તેણે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા. આથી સુરેખાએ આ સમગ્ર મામલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ તો ફરિયાદના આધારે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે