સુરતમાં પાડોશી યુવકે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું
રાજ્માં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાને કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે સુરત શહેરથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતનાં એક વિસ્તારમાં રાત્રીના સમયે એક પરિવાર સુઈ રહ્યો હતો. તે સમયે એક યુવક પરિવાર સાથે સૂતેલી ચાર વર્ષીય ઉપાડી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એવામાં બાળકી રડવાનો અવાજ આવતા જ પરિવાજનો દ્વારા તેનાથી પૂછ્યું તો તમામ હકીકત સામે આવી હતી. ત્યાર બાદ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં હાલમાં બાળકી સારવાર હેઠળ રહેલ છે. જ્યારે પોલીસ દ્વારા પરિવારના નિવેદનના આધારે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરીને આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સુરત પોલીસ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે દુષ્કર્મ આચરનાર આરોપી અજય રાજ્ય બાળકીના પાડોશમાં વસવાટ કરે છે.
તેની સાથે પાડોશમાં અજય રહેતો હોવાના કારણે તે બાળકીને સારી રીતે જાણતો હતો. યુવક દ્વારા ચોકલેટનાં બહાને બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને સવારના થઈ હતી. આરોપીની વાત કરીએ તો તે બિહારનો રહેવાસી રહેલો છે. જ્યારે તેની ઉંમર 20 વર્ષની રહેલી છે. આ કેસની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરાશે. જ્યારે ખૂબ જ ઝડપી ચાર્જશીટ દાખલ પણ કરવામાં આવશે. તેની સાથે આરોપીને સખ્ત સજા અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.