South GujaratGujaratSurat

સુરતમાં પત્ની-પુત્રને ઝેર પીવડાવી પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે સુરતથી શહેરમાં આમૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પતિ-પત્નિ તેમજ બાળક દ્વારા સામુહિક આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એવામાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરી લેવામાં આવતા સગા-સબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલામાં જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.

આ મામલામાં ડીસીપી પિનાકિન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લીંબાયત વિસ્તારમાં આવેલ રૂસ્તમ પાર્ક વિસ્તારમાં રહેનાર એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળ દોડી આવી હતી. પોલીસ દ્વારા હાલમાં ત્રણેય મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સોમેશ દ્વારા કોઈ અગરમ્ય કારણોસર દીકરા અને પત્નિની હત્યા કર્યા બાદ તેના દ્વારા પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ ઘરમાં તપાસ દરમ્યાન એક ચિઠ્ઠી પણ મળી આવેલ છે. તેમજ એક મોબાઈલ પણ મળ્યો છે. જેમાં સોમેશ દ્વારા આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હોવાની જાણકારી સામે આવી છે. મૃતક દ્વારા તેઓની માતૃભાષા તેલુગુમાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, મેશ ભીક્ષાપતી ઝીલ્લા, અંબિકા ઊર્ફે નિર્મલા સોમેશ ઝીલ્લા અને ઋષિ સોમેશના કરુણ મૃત્યુ નીપજ્યા છે.