અડધી રાત્રે પાડોશી મહિલાના ઘરમાં જઈને કરી સબંધ રાખવાની માંગણી અને પછી…
કહેવાય છે કે પહેલો સગો પાડોશી. પરંતુ ઘણી વખત પાડોશી દુશ્મનને પણ સારા કહેવડાવે એવા નીકળતા હોય છે. ત્યારે આવું જ કંઈક વલસાડ જિલ્લાના વાપીમાં સામે આવી છે. જ્યાં એક પાડોશીએ તેની પાડોશી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની બાબતને લઈને મહિલાને જાનથી મારી નાખી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નેપાળના અને રોજગારી માટે થઈને હાલ વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ ગુરૂકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે રૂમ નં.117માં વસવાટ કરતા સિંગ પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે. સિંગ પરિવારની મહિલા લક્ષ્મીબેન અર્જુન સીંગની બુધવારના રોજ સવારના સમયે તેમના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક અસરથી ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટિમો કામે લગાડી હતી. ત્યારે લક્ષ્મીની હત્યાના કેસમાં તપાસ કરતા વાપી પોલીસે લક્ષ્મીબેનના પાડોશી મોહમ્મદ સમીમ નામના ઈસમની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મંગળવારે મોડી રાત્રીમાં સમયે આરોપી મોહમ્મદ સમીમે મૃતક લક્ષ્મીબેનના ઘરે જઈને અઘટીત માંગણી કરી હતી. ત્યારે મહિલાએ તેની માંગણીને નકારી કાઢતા રોષે ભરાયેલા આરોપીએ ગળું દબાવીને લક્ષ્મીબેનની હત્યા કરી હતી. લક્ષ્મીબેનની હત્યા કરીને બીજા દિવસથી તેના નિત્યક્રમ આનુસાર તેની કંપનીમાં નોકરી જવા માટે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે આરોપીને ઝડપી પાડીને પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતા તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
તમને જણાવી દઈએ કે, મૃતક મહિલા અને આરોપી સમીમ બંને પરિણીત છે. અને બંને વચ્ચે પહેલા સંબંધો પણ હતા.