Astrology

Copper sun: યશ અને કીર્તિ પ્રાપ્ત કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં તાંબાના સૂર્યને ગણાવ્યા છે ઉત્તમ

In Vastu Shastra, the copper sun is considered excellent

વાસ્તુશાસ્ત્રમાં તાંબાના સૂર્યદેવને અનેક પ્રકારના લાભ પ્રદાન કરવાવાળા માનવામાં આવે છે. જે આનંદમય જીવન માટે ઉત્કૃષ્ટ સાધન છે. તાંબાના સૂર્ય આખા ઘરમાં સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે માટે જો તમારા ઘરમાં અથવા તો ઓફિસમાં તાંબાના સૂર્યને યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો ચારે તરફ તમારી પ્રસિદ્ધિ અને કીર્તિ ફેલાશે.

તાંબાના સૂર્ય ફળદાયી નીવડે છે :-સૂર્યની જેમ જ તાંબાના સૂર્ય પણ પ્રભાવશાળી લોકો સાથેના સંપર્કને વધારે છે. એની ઉર્જા એટલી પ્રબળ હોય છે કે, મજબૂત વ્યક્તિત્વ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિઓને આકર્ષે છે. રચનાત્મક કામ કરવાવાળા અને લોકપ્રિયતાની ઈચ્છા રાખવાવાળા લોકોને તાંબાના સૂર્ય અંત્યદ ફાયદાકારક નીવડે છે.

પંડિત દીપક પાંડેના જણાવ્યા પ્રમાણે જે લોકોના જીવનમાં સફળ થવા ઈચ્છે છે, તે લોકોએ પોતાના ઘરમાં અને ઓફિસમાં તાંબાના સૂર્ય જરૂરથી લાવવા જોઈએ. વેપારીઓ ઉચ્ચ અધિકારીઓ કલાજગત સાથે જોડાયેલા લોકો, રાજનીતિ સાથે જોડાયેલા લોકો અને કાઉન્સિલર બધાને જ તાંબાના સૂર્ય ફળદાયી નીવડે છે.

તાંબાના સૂર્ય લગાવવા માટેની યોગ્ય જગ્યા :-જો ઘરની પૂર્વ દિશામાં કોઈક દરવાજા અથવા બારી પાસે પૂર્વ દિવાલ પર તાંબાના સૂર્ય લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, સાથે જ આ દિશામાં તાંબાના સૂર્ય લગાવવાથી ઘરના લોકો વચ્ચે પારસ્પરિક સંબંધ પણ સારો રહે છે, એવું માનવામાં આવે છે કે, તમારા ઘરના શૌચાલય અને પગથિયાં વાસ્તુ પ્રમાણે ન હોય તો પૂર્વ દિશામાં તાંબાના સૂર્ય લગાવવા જોઈએ. એનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

ઓફિસમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે :-તાંબાના સૂર્ય જો તમે ઓફિસમાં પૂર્વ દિવાલ પર લગાવો છો તો, તમારા કરિયરમાં ઉન્નતી થાય છે, સાથે જ વેપારમાં પણ ખૂબ જ ફાયદો મળે છે.