Corona VirusGujaratInternational

ભારતમા કોરોના ના કુલ કેસનો આંકડો 1 લાખ ને પાર, 12 દિવસમાં જ કેસ ડબલ થઇ ગયા

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ ભારતમાં હવે પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા એક લાખ 1 હજાર 139 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુની સંખ્યા 3 હજાર 163 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 39 હજાર 174 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં 58 હજાર 802 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના સૌથી વધુ છે. અહીં દર્દીઓની સંખ્યા 35 હજારને વટાવી ગઈ છે. મૃત્યુઆંક પણ વધીને 1249 થયો છે. તે જ સમયે, ગુજરાતમાં કોરોના પીડિતોનો આંકડો 11 હજાર 745 પર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 694 છે.

તમિળનાડુમાં પણ કોરોના ના કેસ ઝડપથી વધી રહયા છે.ત્યાં 11 હજાર 760 કેસની પુષ્ટિ થઈ છે, જેમાં 81 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. મંત્રાલયના અપડેટ મુજબ, દિલ્હીમાં દર્દીઓની કુલ સંખ્યા 10 હજાર 54 છે, જેમાં 168 લોકોનાં મોત નીપજ્યાં છે.

રાજસ્થાનમાં 5 હજાર 507 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે, જેમાં 138 લોકોનાં મોત નીપજ્યાં છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 5 હજાર 236 કેસ નોંધાયા છે, જેમાં 252 લોકોનાં મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હવે અહીં દર્દીઓની સંખ્યા 4605 પર પહોંચી ગઈ છે, જેમાં 118 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતની વાત કરીએ તો 11,745 કેસ નોંધાઈ ચુક્યા છે અને 694 લોકોના મોત નીપજ્યા છે.ગુરજતમાં કુલ 4804 લોકો સાજા થયા છે.ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 8683 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 35058 કેસ નોંધાયા છે જેમાં 1249 લોકોના મોત નીપજ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઇ જતા હાલમાં વિશ્વના 11 દેશો એવા છે જ્યાં કોરોના વાયરસના એક લાખથી વધુ કેસ છે. ભારત પણ તે દેશોમાં સામેલ છે.ભારત વિશ્વનો 11 મો દેશ છે જ્યાં કોરોના વાયરસના કેસોએ એક લાખનો આંકડો વટાવી દીધો છે.

સૌથી વધુ કેસની વાત કરીએ તો અમેરિકામાં 15 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ પછી રશિયા 2.90 લાખથી વધુ કેસ સાથે બીજા ક્રમે, સ્પેન ત્રીજા સ્થાને અને 2.78 લાખથી વધુ કેસ સાથે ચોથા ક્રમે બ્રિટનમાં 2.46 લાખથી વધુ કેસ છે. બ્રાઝિલ 2.45 લાખથી વધુ કેસ સાથે પાંચમાં ક્રમે છે.

વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં વિશ્વમાં 48 લાખથી વધુ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે અને કોરોના વાયરસના કારણે ત્રણ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.