International

ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં ઠાર, ઉત્તર વઝીરિસ્તાનમાં ‘દાઉદ’ માર્યો ગયો?

વિદેશમાં ભારતના દુશ્મનોનો ખાત્મો થઈ રહ્યો છે. આ સમયના સૌથી મોટા સમાચાર પાકિસ્તાનના છે, જ્યાં ભારતનો વધુ એક મોટો દુશ્મન માર્યો ગયો છે. પાકિસ્તાની મીડિયા ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાનના ઉત્તર વજીરિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા દાઉદ મલિકની હત્યા કરવામાં આવી છે. ડોને ખુલાસો કર્યો નથી કે આ એ જ દાઉદ છે, જે લશ્કર-એ-જબ્બરના સ્થાપક સભ્યોમાંનો એક હતો અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરનો નજીકનો સહયોગી હતો. પરંતુ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એ જ આતંકવાદી છે જે ભારતમાં આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો.

ડૉન સમાચાર અનુસાર, પાકિસ્તાન પોલીસે જણાવ્યું કે, શુક્રવારે સવારે ઉત્તર વઝીરિસ્તાનના આદિવાસી જિલ્લાના મિરાલી વિસ્તારમાં અજાણ્યા માસ્ક પહેરેલા લોકો દ્વારા કરવામાં આવેલા લક્ષ્યાંક હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ મલિક દાઉદ ખાન છે, જેને એક ખાનગી ક્લિનિકમાં માસ્ક પહેરેલા લોકોએ નિશાન બનાવ્યો હતો.

તેમણે કહ્યું કે હુમલાખોરો હુમલા બાદ ભાગવામાં સફળ થયો હતો. પોલીસે એમ પણ કહ્યું કે મિરાલી વિસ્તારમાંથી આ વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો છે. દાઉદ મલિકના મૃત્યુની પુષ્ટિ અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં હજુ સુધી થઈ નથી.ભારતના અન્ય દુશ્મન અને જૈશ-એ-મોહમ્મદનો લોન્ચિંગ કમાન્ડર શાહિદ લતીફ પણ માર્યો ગયો. તે પઠાણકોટમાં સેના પર આતંકી હુમલાની યોજનામાં સામેલ હતો. જેમાં 7 ભારતીય જવાનો શહીદ થયા હતા. વર્ષ 1994માં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 2010માં તેને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે જ તેની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી.