IndiaNews

50 કલાકની મહેનત નિષ્ફળ, બોરવેલમાં પડી ગયેલ માસૂમનું મોત

મધ્યપ્રદેશના સિહોરમાં એક માસૂમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. 50 કલાકની મહેનત પછી પણ NDRFની ટીમ માસૂમ સૃષ્ટિને બચાવી શકી નથી. આ રેસ્ક્યુ ઓપરેશન માટે રેસ્ક્યુ ટીમે દિવસ-રાત મહેનત કરી હતી. અંતે NDRFની ટીમ અને અન્ય લોકોએ મળીને બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, સહકર્મીઓની મદદથી છોકરીને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બોરવેલમાંથી બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આ પછી સમાચાર આવ્યા કે બાળકીને બચાવી શકાઈ નથી.

આ મામલે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે સૃષ્ટિ નામની છોકરી બોરવેલમાં પડી હતી. ત્યારથી તેને બચાવવાના પ્રયાસો ચાલુ હતા. પહેલા તે 40 ફૂટની ઉંડાઈએ ફસાઈ ગઈ હતી, ત્યારપછી રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા મશીનોના વાઈબ્રેશનને કારણે તે લગભગ 100 ફૂટ સુધી લપસી ગઈ હતી. જેના કારણે કામ વધુ મુશ્કેલ હતું.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત માં આ તારીખ થી બેસશે ચોમાસું

આ પણ વાંચો: ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને સ્કાયમેટે કરી મોટી આગાહી