News
Trending

ગુજરાતમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગ્યો નથી પણ હોમ ડિપાર્ટમેન્ટે પોલીસને અધિકાર આપ્યા, જાણો વિગતે

નાગરિકતા બિલને લઈને હાલ દેશભરમા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ગુજરાતના અમદાવાદ માં પણ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આજે વડોદરામાં પણ હિંસક પ્રદર્શન થયા છે.આ બધા વચ્ચે એક પત્ર વાઇરલ થયો છે જે સમજ્યા વગર જ લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ગુજરાતમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જો કે હકીકતમાં એવું નથી.

રાજ્યમાં અફવા થકી તોફાનો ન થાય એટલા માટે રાજ્ય સરકારે ઓર્ડરમાં પોલીસને જણાવ્યું છે કે જો જરૂર જણાય તો પોલીસ રાજ્યમાં ત્રણ દિવસ એટલે કે 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરાવી શકશે.રાજ્ય સરકારે ઓર્ડર દ્વારા પોલીસને આ સત્તા આપી છે પણ હજુ આ અંગે પોલીસે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.

જો કે સૂત્રોએ જણાવ્યા મુજબ રાજ્યમાં શાંતિનો માહોલ જાળવવા માટે પોલીસ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી શકે છે.કેમ કેમગઇકાલે અમદાવાદ અને આજે વડોદરામાં તોફાનો થયા છે એટલે પોલીસ હવે ગંભીર પગલાં લઈ શકે છે.