Ajab GajabIndia

અસલી સિંઘમ !! સાત વર્ષ જેલમાં રહ્યા આઈપીએસ બહાર આવતાં જ રિશ્વતખોરો અને અપરાધીઓની ઉડાડી ઊંઘ

અમુક લોકો પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારી નોકરી અને યોગ્ય સેલેરીના ચક્કરમાં નોકરી કરી લે છે, પરંતુ અમુક લોકો દેશની સેવા કરવા માટે પોલીસ ફોર્સ જોઈન કરે છે. તેમની અંદર અપરાધીઓને સમાપ્ત કરવા માટેનું એક અલગ જ જૂનુન હોય છે અને રાજસ્થાન પોલીસમાં પણ એક એવો આઇપીએસ છે જેને લોકો અસલી સિંઘમ ના નામથી જાણે છે અને આ આઇપીએસ નું નામ છે દિનેશ એમ એન.

આઇપીએસ દિનેશ એમ એન સાત વર્ષ જેલમાં રહ્યા તે સોહરાબુદ્દીન ફરજી એન્કાઉન્ટર મામલામાં ગિરફતાર થયા હતા,પરંતુ જેલમાં રહેતા પણ તેમનો જોશ ઓછો થયો નહીં તે જેલથી બહાર આવીને પોલીસ ફોર્સ જોઈન કરી છે,અને પોતાની મહેનત અને ઈમાનદારીના કારણે તેમનું પ્રમોશન પણ થયું છે. અને આજે તે દરેક ભ્રષ્ટ આદમી તથા અપરાધી તેમનાથી ડરે છે.

ઘણા જિલ્લામાં એસપી રહી ચૂકેલા દિનેશ એમ એન કર્ણાટકના રહેવાસી છે વર્ષ 1995 ના બેચમાં તે આઈપીએસ બન્યા હતા અને તેમની અપરાધીઓની વચ્ચે એવી ડર છે કે તેમનું નામ સાંભળતા જ તે કાપવા લાગે છે અને વાત એવી હતી કે તેમના ડરથી દરેક અપરાધી જિલ્લો છોડીને ભાગી જતા હતા. આમ વર્ષ 1998 માં તેમની પહેલી દોસા જિલ્લાની પોસ્ટિંગમાં તેમને બદમાશોની એવી ધોલાઈ કરી કે તેઓ દોસા છોડીને ભાગી ગયા.

દિનેશ એમએન જયપુરમાં ગાંધીનગર સર્કલના એએસપી પણ રહી ચૂક્યા છે. અહીં રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાં રાજનૈતિક સંરક્ષણના કારણે ખૂબ જ ગુંડાગર્દી થતી હતી દિનેશ યુનિવર્સિટીના નેતાઓને એવો સબક શીખવાડ્યો કે આજે પણ ત્યાં તેમના નામથી બધા ડરે છે. વર્ષ 2000 થી 2002 માં દિનેશ કરોલીના એસપી હતા અને અહીં તેમને બે વર્ષમાં બિહડના જંગલોના દરેક ડકેતનું નામોનિશાન મિટાવી દીધું.

દિનેશ એમએન ની લાઇફમાં બહુ જ મોટો બદલાવ ત્યારે આવ્યો ત્યારે વર્ષ 2005 માં ઉદયપુર જિલ્લાના એસપી બન્યા. અહીં રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં તેને મારી નાખ્યો. પરંતુ આ એન્કાઉન્ટર ની ફરજી જણાવવામાં આવ્યું, અને ઘણા પોલીસ ઓફિસરો ઉપર કેસ દાખલ થયો. તેમાં આઇપીએસ દિનેશ એમ એન સહિત ઘણા બધા અધિકારીઓને જેલની હવા ખાવી પડી.

સોહરાબુદ્દીન કેસની સીબીઆઇ જાજ પછી દિનેશ એમએન સહિત દરેકને છોડી દેવામાં આવ્યા દિનેશ 2014માં જમાન હતું પર બહાર આવી ગયા હતા ત્યાં જ 2017માં તેમને ફરીથી પોતાની નોકરી જોઈન્ટ કરી હતી, સાત વર્ષ જેલમાં બંધ રહ્યા બાદ તેમની ઈમાનદારી અને જો ઓછો થયો નહીં તે અપરાધીઓ અને કરપ્શન વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા,પોલીસ સેવામાં આવતા જ તેમને પ્રમોશન મળ્યું અને તે આઈજી બની ગયા તે એન્ટીકરપ્શન બ્યુરોમાં આવ્યા ત્યારે દરેક રિશ્વતખોરો રાતની ઊંઘ ઉડાવી દીધી હતી.

વર્ષ 2017 માં દિનેશ એસઓજીઆઇજી બન્યા ત્યારે તેમને રાજસ્થાન પોલીસના નાકમાં આદમ કરનાર ગેંગસ્ટર આનંદપાલ સિંહનો કેસ આપવામાં આવ્યો હતો. દિનેશે એક સ્પેશિયલ ટીમ બનાવી અને આનંદપાલ સિંહ ને ઘેરી લીધો અહીં તેને ગિરફતાર કરવા ગયા હતા પરંતુ એવામાં આનંદપાલ સિંહ ફાયરિંગ શરૂ કરી દીધી અને પોલીસે જવાબમાં ફાયરિંગ પર આનંદપાલ સિંહ ને મારી નાખ્યો.

દિનેશ જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોમાં આવ્યા ત્યારે તેમને વરિષ્ઠ આઈએએસ અને ખાન વિભાગના તત્કાલીન અતિરિક્ત મુખ્ય સચિવ અશોક સંઘવીને અઢી કરોડ રૂપિયાની ત્રિશ્વત લેતા ગિરફતાર કર્યા ત્યારબાદ તેમને ઘણા બધા આઈએએસ અને આઇપીએસ ઓફિસરોને રિશ્વત માટે જેલની હવા ખવડાવી છે અહીં સુધી કે રિશ્વત લેવાના કિસ્સામાં પહેલી વખત જિલ્લા એસપી અને કલેક્ટરને પણ ગિરફતાર કરીને જેલમાં નાખી દીધા હતા.