India

ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ છે ખૂબ જ સુંદર, બંનેની ઉમરમાં છે ફક્ત 1 વર્ષનો ફરક

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને આઈપીએલથી ફેમસ થયેલ સ્ટાર ખિલાડી ઇશાન કિશનને આજે કોઈપણ ઓળખાણની જરૂર નથી. આ સિવાય તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ વિરુધ્ધ ટી-20 સીરિઝ દ્વારા તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી હતી. પણ તમને જણાવી દઈએ કે તેમનું નામ હવે એક મોડેલ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ મોડેલ બીજું કોઈ નહીં પણ ફેમિના મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ રહેલ અદિતી હૂંડિયા છે.

તમને જણાવી દઈએ કે અત્યારે ઈશાન કિશન અને અદિતિ હુંડિયાની કથિત લવ સ્ટોરી હેડલાઈન્સમાં છે અને દરેક વ્યક્તિ અદિતિ હુંડિયા વિશે ક્યાંક ને ક્યાંક જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે અદિતિ હુંડિયા વર્ષ 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો એવોર્ડ પણ જીતી ચૂકી છે.

આ સિવાય જો આ બંનેની લવસ્ટોરીની વાત કરીએ તો 22 વર્ષીય ઈશાન કિશન અને 23 વર્ષની મોડલ અદિતિ હુંડિયાને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. આ સિવાય બંનેએ ઘણી વખત સાથે તસવીરો પણ ક્લિક કરી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાય છે કે અદિતિ ઈશાનની ગર્લફ્રેન્ડ છે અને ઈશાન કિશન સાથે અદિતિની તસવીરો બે વર્ષ પહેલા તેના જન્મદિવસ પર ખૂબ વાયરલ થઈ હતી.
 
આટલું જ નહીં પણ અદિતીને મુંબઈ ઇંડિયનની અમુક મેચમાં ઇશાન કિશનને જોતી દેખાઈ રહી હતી. હા એ વાત પણ સાચી છે કે ઇશાન કિશન અને અદિતીએ હમણાં સુધી પોતાના સંબંધને લઈને કોઈપણ વાત બહાર કરી નથી. હવે વાત કરી અદિતીના પર્સનલ જીવનની તો તેણે ઈન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલથી પોતાનું ભણવાનું પૂરું કર્યું છે અને પછી સેંટ જેવીયર્સ કોલેજમાં બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનું ભણવાનું પૂરું કર્યું હતું તે એક પ્રોફેશનલ મોડેલ છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય જોવા મળે છે.

અદિતિ દેખાવમાં બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી અને તેનો સ્ટાઇલિશ લુક અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આ સિવાય જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અદિતિ IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સની ફેન છે અને અદિતિ પણ 2019માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈશાન કિશનની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરતી વખતે ચર્ચામાં આવી હતી.

અદિતિએ 2016માં મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ અદિતિ હુંડિયા ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાન પણ રહી હતી અને વર્ષ 2018માં અદિતિએ મિસ સુપરનેચરલનો ખિતાબ પણ જીત્યો હતો. તે જ સમયે, તમને જણાવી દઈએ કે ઈશાન કિશનની કથિત ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાનો જન્મ 15 જાન્યુઆરી 1997ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો.