AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માત : FSL રિપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડને લઈને થયો મોટો ખુલાસો, જાણીને તમારા હોંશ ઉડી જશે

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ૨૦ તારીખના રોજ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટ દ્વારા સોમવારની સાંજના ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા છે. તેની સાથે આ કેસને લઈને નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. જયારે આજે આવી જ એક બાબત સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, FSL નો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કારની સ્પીડ 142.5 હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે હવે આ રિપોર્ટ સામે આવ્યા બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે,  તથ્ય પટેલ દ્વારા અકસ્માત દરમિયાન ફૂલ ઝડપે કાર ચલાવવામાં આવી રહી હતી. તેના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

તેની સાથે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિંધુ ભવન ના કાફેમાં ગાડી ઘુસાડવાના CCTV વાયરલ થયા બાદ એમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર્યવાહી પૂર્ણ થયા બાદ સિંધુ ભવન કેસમાં તથ્ય પટેલની ધરપકડ કરાશે.

તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત ના આરોપી તથ્ય પટેલે પોલીસ પૂછપરછમાં અકસ્માત સમયે પોતે કારની બ્રેક માર ન હોવાની કબૂલાત કરી છે. બ્રિજ ચડતા સમયે રોડ ક્લિયર જોવા ન મળતા તેના દ્વારા બે વખત ડીપર મારવામાં આવી હતી, પરંતુ બ્રેક મારવામાં આવી નહોતી.. જો તથ્ય એ તે સમયે બ્રેક મારી દીધી હોત તો કદાચ આ નવ લોકોના જીવ બચી ગયો હોત. તેની સાથે હાલમાં રિમાન્ડ ઉપર રહેલા તથ્યની પૂછપરછમાં અનેક જાણકારી સામે આવી છે. આ સિવાય આરટીઓ દ્વારા બ્રેક તેમજ રોડ પરના સ્પોટના નમૂના લેવામાં આવ્યા છે તેના પરથી ખબર પડશે કે ગાડીની સ્પીડ કેટલી રહેલી હતી અને તથ્ય દ્વારા બ્રેક મારવામાં આવી હતી કે નહીં તેની સાચી જાણકારી પ્રાપ્ત થશે.

જ્યારે સિંધુ ભવન રોડ પરના કાફેની દીવાલ પણ પોતે જ થાર ગાડી થી તોડી હોવાનું તથ્ય દ્વારા પોલીસ સમક્ષ સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે તે થાર તથ્યના મિત્ર ની હોવાના લીધે પોલીસ દ્વારા કાર માલિક ની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પોલીસને એવી પણ શંકા છે કે, ઈસ્કોન બ્રિજ પર જે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે થાર તથ્ય ના મિત્રની જ રહેલી હતી અને થાર અને તથ્યની જેગુઆર વચ્ચે રેસ લગાવવામાં આવી હોય શકે છે. તેના લીધે પહેલા થાર થી અને ત્યારબાદ તથ્યની જેગુઆર થી ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જવામાં આવ્યો હતો.