Israel Hamas War: ઇઝરાયેલે 48 કલાકમાં 3 લાખ સૈનિકો એકત્ર કર્યા, 700ના મોત – 2300 ઘાયલ
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે અત્યાર સુધીમાં 700 ઈઝરાયલી નાગરિકોના મોત થયા છે અને 2300થી વધુ લોકો ઘાયલ થયા છે. IDFએ કહ્યું કે ઇઝરાયેલના નાગરિકો સામે આ સૌથી મોટો નરસંહાર છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા મેજર લિબી વેઈસે કહ્યું કે અમે છેલ્લા બે દિવસમાં જે જોયું છે તે ઈઝરાયલના ઈતિહાસમાં ઈઝરાયેલના નાગરિકો વિરુદ્ધ સૌથી મોટો નરસંહાર છે. જ્યારે લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે કહ્યું કે 2300 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 700 થી વધુ લોકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ ઘટના 7 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી, જ્યારે હમાસે દક્ષિણ ઇઝરાયેલના શહેર પર લગભગ 5,000 રોકેટ છોડ્યા હતા. સોમવારે રાત્રે, IDF પ્રવક્તા લિબી બેસે કહ્યું કે જે લોકો હમાસને સમર્થન આપી રહ્યા છે તેઓને પણ હમાસના હુમલામાં તેમની ભૂમિકા માટે ધ્યાનમાં લેવામાં આવશે. આપણે જાણીએ છીએ કે ઈરાન ઐતિહાસિક રીતે હમાસનું સૌથી મજબૂત સમર્થક રહ્યું છે. અમે માનીએ છીએ કે હમાસે જે કંઈ કર્યું છે તેમાં ઈરાન સંપૂર્ણપણે સામેલ છે.
બંધકોને મુક્ત કરવાના પ્રશ્ન પર, બેસે કહ્યું કે અમે આ સમજીએ છીએ અને IDF ચોક્કસપણે તેમને પાછા લાવશે. આ તબક્કે અમે વધારે માહિતી આપી શકતા નથી. જણાવ્યું કે નાગરિકો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ બંધક બનાવવામાં આવ્યા છે.ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર કબજો કરવા માટે છેલ્લા 48 કલાકમાં 3,000,000 સૈનિકો એકત્ર કર્યા છે.
રીઅર એડમિરલ રેન્કના અધિકારીએ કહ્યું કે અમે બહુ ઓછા સમયમાં એક જગ્યાએ અલગ-અલગ અનામત દળોને એકઠા કર્યા છે. 1973 પછી આ સૌથી મોટી જમાવટ છે. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આ યુદ્ધ અમે શરૂ નથી કર્યું પરંતુ અમે તેને ખતમ કરીશું. પીએમે કહ્યું કે ઈઝરાયલ પર હુમલો કરનારાઓએ પરિણામ ભોગવવા પડશે અને અમે દરેકને ખતમ કરીને જ રોકાઈશું.