ઈઝરાયલના રક્ષા મંત્રીએ કહ્યું- ગાઝા નું રૂપ બદલી નાખીશું,સૈનિકોને ખૂલી છૂટ આપી દીધી છે
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ બુધવારે પાંચમાં દિવસે પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલ હમાસના ઠેકાણાઓને નષ્ટ કરીને બદલો લઈ રહ્યું છે. હમાસના નેતૃત્વને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવે કહ્યું છે કે અમે ગાઝાનું રૂપ બદલી નાખીશું.હવે ગાઝા ક્યારેય પહેલા જેવુ દેખાશે નહીં.
ઈઝરાયલના રક્ષા મંત્રીએ કહ્યું કે તેમણે હમાસ સામેની લડાઈમાં સૈનિકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. તેમના પર કોઈપણ પ્રકારના પ્રતિબંધો નથી. તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. યોવ ગેલન્ટે કહ્યું, “જે કોઈ મહિલાઓની હત્યા કરશે અને નરસંહારમાં બચી ગયેલા લોકોને મારવા આવશે અમે તેને ખતમ કરી નાખીશું.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે અમે યુદ્ધના તમામ નિયમો ખતમ કરી દીધા છે. અમારા સૈનિકો કંઈપણ માટે જવાબદાર રહેશે નહીં. લશ્કરી અદાલતો નહીં હોય. “મેં તમામ પ્રતિબંધો હટાવ્યા છે. અમે વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે અને અમે સંપૂર્ણ આક્રમણ તરફ આગળ વધી રહ્યા છીએ.
Yoav Galant એ મંગળવારે ગાઝા પટ્ટી સાથેની ઇઝરાયેલની સરહદ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેણે કહ્યું, “હમાસ ગાઝામાં પરિવર્તન ઈચ્છે છે. તેણે જે વિચાર્યું હતું તેનાથી તે 180 ડિગ્રી ફેરફાર લાવીશું. તેઓ આ ક્ષણ માટે અફસોસ કરશે. ગાઝા જે રીતે હતું તે રીતે ક્યારેય પાછું નહીં આવે.”