કદાચ તમને પણ ખબર હશે કે થોડા વર્ષો પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર આવી છે.એ સમયે રાજસ્થાનના ખેડૂતોને લોન માફીનું વચન આપી સત્તામાં છે.આજે કોંગ્રેસ સરકારને તેમની સત્તાને ત્રણ વર્ષથી વધુ સમય થયો પરંતુ હજુ સુધી ખેડૂતોની લોન માફીનું વચન પાળ્યું નથી.આવો જ કિસ્સો રાજસ્થાનના દૌસા જિલ્લાના એક ખેડૂત પરિવારમાંથી સામે આવ્યો છે.જ્યાં ખેડૂતે બેંકમાંથી લોન લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા વર્ષ પહેલા આ ખેડૂતે લોન લીધી હતી.જેમનું નામ કાજોદ મીના છે.તેઓએ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા દૌસા જિલ્લાના રામગઢ પચવાડા સ્થિત રાજસ્થાન ગ્રામીણ બેંકમાંથી સાત લાખ રૂપિયાની લોન લીધી હતી.સમય જતાં કાજોદનું મૃત્યુ થયું તો બેંક અધિકારીઓએ ખેડૂતના બંને દીકરાઓને પૈસા જમા કરાવવા માટે નોટિસ પણ આપી હતી,પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેઓ લોન ભરી શક્યા ન હતા.
પરિવારના લોકોએ બેન્કના લોકો સાથે ઘણી મથામણ કરી,પરિવારને લોન માફી માટે આશાઓ જીવંત રાખી,પરિવારના લોકોએ કહ્યું અમે જલ્દી લોન ભરપાઈ કરીશું,પરંતુ તેઓ એકના બે ન થાય અંતે ૪૬,૫૧,૦૦૦ માં હરાજી કરવામાં આવી હતી.આ દરમિયાન બેંક અધિકારીઓનું કહેવું છે કે,ખેડૂતે લોનની ચુકવણી કરી ન હતી.
સાથે અમારા દ્વારા ખેડૂત પરિવારનો અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો.પરંતુ લોનની ભરપાઈ ન કરતા હરાજી કરવા મજબૂર બન્યા.આ ખેડૂત પરિવારની જમીનની હરાજી થઈ રહી હોવાની જાણ ભાજપના સભ્ય ડો.કિરોરીલાલ મીણાને માહિતી મળતા તેઓ ખેડૂત પરિવારને મળવા ગયા હતા.તેઓ ખેડૂતોને એકઠા કરીને આંદોલનની તૈયારી કરી રહ્યા છે.સાથે તેમણે એમ કહ્યું કે,રાજસ્થાનમાં સરકાર બનાવવા લોન માફીનું વચન આપ્યું હતું,પરંતુ હવે તે પૂરું થઈ રહ્યું નથી.
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત ઘણા ખેડૂત નેતાઓ સાથે દૌસા આવ્યા છે.તેઓએ જણાવ્યુ કે અમે એવા પીડિતોને મળ્યા છે જેમની જમીન પ્રશાસન દ્વારા હરાજી કરવામાં આવી હતી.સાથે એમ પણ કહ્યું કે ‘અમે ખેડૂત પરિવાર સાથે છીએ અને તેમની જમીનના મુદ્દે અધિકારીઓ સાથે વાત કરીશું.અન્યાય થવા દેવામાં આવશે નહીં.