સારો મુસલમાન સાબિત કરવા માટે હિજાબ પહેરવાની જરૂરત નથી, જમ્મુ-કાશ્મીરની ટોપર અરુસાએ જાહેરમાં કહ્યું
કર્ણાટકની સ્કૂલ અને કોલેજમાં હિજાબ અને બુરખો પહેરવા પર રોક લગાવવાની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આણે લઈને ઘણા તીખા નિવેદન બહાર આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં 12માં ધોરણની બોર્ડની પરીક્ષાની ટોપર રહેલ અરૂસા પરવેજને ધમકી ભરેલા મેસેજ મળી રહ્યા છે. હિજાબ મુદ્દા પહેલા તેણે ઘણી શુભેચ્છાઓ મળી રહી હતી હવે તેણે હિજાબ ના પહેરવા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. પણ અરૂસાએ હવે આ બધા ટ્રોલર્સને સારો જવાબ આપ્યો છે.
શ્રીનગરની 12માં ધોરણની ટોપર અરુસા પરવેઝ હિજાબ ન પહેરવાને કારણે ટ્રોલ થઈ હતી. પરંતુ તેણે પોતાના જવાબથી ટ્રોલ્સની બોલતી બંધ કરી દીધી છે. પોતાના નિવેદનમાં તેણે કહ્યું કે- હું ઈસ્લામિક સિદ્ધાંતોનું પાલન કરું છું અને મને એક સારો મુસ્લિમ સાબિત કરવા માટે હિજાબ પહેરવાની જરૂર નથી.
અરુસા પરવેઝે 500માંથી 499 માર્ક્સ સાથે વિજ્ઞાન પ્રવાહમાં ટોપ કર્યું છે. સોશિયલ મીડિયા પર અભિનંદન સંદેશાઓનો વરસાદ શરૂ થયો પરંતુ તેના પરિવારની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. અરુસાએ કહ્યું, ‘સોશિયલ મીડિયા પર કડવા ટ્રોલ દેખાવા લાગ્યા. હું સમજી શકતો નથી કે એ જ સમાજ શા માટે મને એક તરફ ટ્રોલ કરે છે અને બીજી બાજુ મારા પર ગર્વ અનુભવે છે.બુરખા વગરનો ફોટો જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. અરૂસાએ અમુક ટીવી એન્કરો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેને આ ટીપ્પણીઓથી કોઈ ફરક પડતો નથી, પણ મારા માતા પિતા ખૂબ દુખી છે આ બધી વાતથી.
કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્રોલ કરનારાઓને ચેતવણી આપી છે. તેમણે ટ્રોલ કરનારાઓને કહ્યું કે દરેક ભારતીય – ભલે તે વરિષ્ઠ નાગરિક હોય, વૃદ્ધ હોય કે બાળક – બધાને સાયબરની દુનિયામાં સુરક્ષિત રહેવાનો અધિકાર છે. કોઈએ એવું ન વિચારવું જોઈએ કે કોઈની છેડતી, હેરાનગતિ કે આતંક કર્યા પછી તેઓ છટકી જશે. તે ગેરકાયદેસર છે. હકીકતમાં તે ગુનાહિત છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.