Corona VirusGujaratSaurashtra

જામનગર: 14 મહિના ના માસુમ બાળકનું કોરોના ને લીધે મોત, 2 દિવસની સારવાર બાદ જંગ હારી ગયું

દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ગુજરાતના જામનગરમાં 14 મહિનાના બાળકનું કોરોનાથી મોત થયું હતું. રવિવારે બાળકને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને મંગળવારે તેનું મોત નીપજ્યું હતું. ચોથું મોત મંગળવારે ગુજરાતમાં કોરોના વાયરસને કારણે થયું હતું. અહીં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં અગાઉ મંગળવારે સુરત અને પાટણમાં એક-એકનું મોત નીપજ્યું હતું.

જામનગરમાં કોરોનાગ્રસ્ત બાળક જીવન સામેની લડાઇ હારી જતાં તેના મૃતદેહને નિયમ મુજબ પ્લાસ્ટીકની બેગમાં મૂકી દફનવિધિ કરવામાં આવી હતી. માતા-પિતાને પુત્રના મૃતદેહને દૂરથી દેખાડી અને બાદમાં ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.

શ્રમીક પરિવારના 14 મહિનાના બાળકનો રવિવારે પોઝીટીવનો રિપોર્ટ આવ્યો હતો. બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે બે દિવસની સારવાર બાદ મંગળવારે રાત્રે તેનું અવસાન થયુ઼ં હતું. બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ થવાના લીધે થયું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં હવે કોરોના ના કેસ માં જોરદાર વધારો થઇ રહ્યો છે. રાજ્યના કુલ 175 કેસની વાત કરીએ તો અમદાવાદમાં 83,રાજકોટમાં 11, પાટણમાં 5, પોરબંદરમાં 3, ગીર સોમનાથમાં 2, કચ્છમાં 2, સુરતમાં 22, ભાવનગરમાં 14, ગાંધીનગરમાં 13, વડોદરામાં 12, મહેસાણામાં 2, મોરબીમાં 1,પંચમહાલમાં 1,છોટાઉદેપુરમાં 1, જામનગર-હિંમતનગર-આણંદમાં એક કેસ સામે આવ્યો છે.