સુરત જિલ્લાના કામરેજ ખાતે ગત શનિવારના રોજ મોડી સાંજે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં ૨૧ વર્ષીય યુવતીને છરીના ઘા મારી હત્યા કરી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.આ ઘટના અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ દરમિયાન કીર્તિ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો.
આ વિડિયો ગ્રીષ્મા હત્યા કેસ બાદ સામે આવ્યો છે.જેમાં કિર્તિ પટેલે પટેલ સમાજ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.કોઈપણ ઘટના હોય પણ પટેલ સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો નથી.વધુમાં જણાવ્યુ હતું કે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે પણ કોઈ પટેલ તેને છોડાવવા આગળ આવ્યો નથી કે મદદ કરી નથી.
આ ઉપરાંત કિર્તિ પટેલે એમ પણ કહ્યું,તેને કોઈ પણ બાબતે અવાજ ઉઠાવ્યો હોય પણ તેને પટેલ સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો નથી.કયો પટેલ કીર્તિ પટેલની સાથે લડત લડવા આવ્યો ? તેને કહ્યું,કીર્તિ પટેલ પંદર દિવસ જેલમાં હતી,કયો પટેલ તેને છોડાવવા આગળ આવ્યો ? કયા પટેલે એમ કીધું કે આ દીકરીને તમે ખોટી રીતના હેરાન કરવાનું રહેવા દો.
હું તો એવું કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો.કીર્તિ પટેલે કહ્યું કે,સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહેતા હતા કે કીર્તિ તું પટેલની સરનેમ હટાઈ લે.આ અંગે કિર્તી પટેલે કહ્યું,તો લઇ લો મારે નથી રહેવું સમાજમાં.કીર્તિ પટેલે સાથે એમ પણ કહ્યું કે,તમે લોકોએ રજવાડા આપ્યા છે તો તેનો ઉલ્લેખ સરદાર પટેલની પ્રતિમા બની છે.
આટલી મોટી પ્રતિમા બની છે તો દરબારોનો ઉલ્લેખ કેમ નથી કર્યો.આ અંગે તમારું શું કહેવું છે ? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.