આપણે જોઈએ તો ભારતીય સેના દુનિયાની શ્રેષ્ઠ સેનાઓમાંની એક છે.સેનામાં જોડાવા લોકો તનતોડ મહેનત કરે છે,તેમની તાલીમ ખૂબ મુશ્કેલ હોય છે.તે જ સમયે,સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં ભારતીય સેનાના જવાનો સખત તાલીમ આપી રહ્યા છે.
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સૈનિકનો યુનિફોર્મ પહેરેલો એક યુવક જોરશોરથી ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે.વીડિયો જોઈને લોકો સૈનિકના જોરદાર વખાણ કરી રહ્યા છે.જો કે,અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી કે તેમાં ખરેખર આર્મીના જવાનો સામેલ છે.સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાતા વ્યક્તિ સેનાના જવાન છે.
Jai hind ?? pic.twitter.com/vtI2BTx8fy
— Major Pawan Kumar, Shaurya Chakra (Retd) ?? (@major_pawan) January 4, 2022
જણાવી દઈએ કે આ વીડિયો @major_pawan નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે પણ આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.