BjpCongressGujaratPolitics

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં આ દિવસે જોડાશે

વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં વિરોધના શૂર ઉભા થયા છે. છેલ્લા થોડા દિવસોથી આમ આદમી પાર્ટીમાંથી અનેક નેતા અને કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. પરંતુ હવે સમાચાર કોંગ્રેસને લઈને સામે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજ સિંહને લઈને સામે આવી રહ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારની વાત કરીએ તો તેમને થોડા દિવસો પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. એવામાં હવે તે ભાજપમાં જોડાવવાના છે તેને લઈને તેમને ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 22 ફેબ્રુઆરી રોજ સવારના 11 વાગ્યે જયરાજસિંહ ભાજપમાં જોડાવવામાં આવશે.

તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, ગાંધીનગર કમલમ ખાતે જયરાજસિંહ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. આ અગાઉ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી. સીઆર પાટીલ દ્વારા તેમને ચાંદીનો સિક્કો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જયરાજસિંહ પરમાર અને તેમના દીકરાએ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી તેની તસ્વીર પણ સામે આવી હતી.

એવામાં તેમને હવે ટ્વીટ કરીને કહી દીધું છે કે, તે કુળદેવીના આશીર્વાદથી ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે.આ સિવાય પ્રાપ્ત માહિતી મુજબ જયરાજસિંહ અને સીઆર પાટીલ વચ્ચે આ અગાઉ કમલમમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત અઢી કલાકથી વધુ ચાલી હતી. જેમાં સી આર પાટીલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમને ભાજપમાં સન્માન મળશે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યા બાદ હવે કોંગ્રેસમાં પણ મોટું ગાબડું પાડવા જઈ રહ્યું છે.