health

જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તેઓએ સૂતા સમયે આ ઉપાય કરવો જ જોઈએ, દવા ખાવી એના કરતા ખૂબ જ લાભદાયક,

નમસ્કાર દોસ્તો,માણસ પાસે કરોડોની સંપત્તિ હોવા છતા જો તે માણસ દિવસના ૬-૭ કલાક ઘસઘસાટ ઊંઘ ન લઈ શકે તો તેની જિંદગીમાં પૈસાનું કોઈ મહત્વ નથી.આજે ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા જોવા મળી રહી છે,ઘણા લોકો ઊંઘ લેવા માટે દવાઓનો ઉપયોગ કરતા હોય છે,યાદ રાખો કે ઊંઘને આપણી તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે.

આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ૭ કલાક જો તમને ઘસઘસાટ ઊંઘ ન આવે તો તેની સીધી અસર તમારા આરોગ્ય પર પડી શકે છે.પછી સમય જતા ઘણા રોગોનો સામનો કરવો પડે છે.ગરીબ ઘરનો માણસ પૈસાથી સુખી ન હોય પરંતુ તે ૬-૭ કલાક ઘસઘસાટ સૂઈ શકે છે.જે લોકોને મોડી રાત સુધી ઊંઘ આવતી નથી તેઓએ રાત્રે સૂતા પહેલા અશ્વગંધાનો પાવડર અને ગંઠોડા લો.

ગંઠોડા એટ્લે કે પીપરી મૂળ જેનો પાવડર બનાવવો, આ બંને વસ્તુ ઘરે જ રાખો.આ પછી રાત્રે સૂતા પહેલા ૧૦૦-૧૫૦ ગ્રામ દૂધ લો,તેની અંદર ૧ ચમચી અશ્વગંધા અને અડધી ચમચી ગંઠોડા નાખી દૂધને યોગ્ય રીતે ગરમ કરો.ત્યારબાદ ખીર જેવુ બનાવી ધીમે ધીમે ખાઈ જાઓ.આ અશ્વગંધા આપણા જ્ઞાનતંતુઓને શાંત કરે છે અને કુદરતી ઊંઘ આવી જાય છે.

જો તમે આ પ્રયોગ ચાલુ કરશો તો ૧૦-૧૫ દિવસમાં આ ઉપાયનું પરિણામ જોવા મળશે.આયુર્વેદ ઉપાય હોવાથી તરત અસર જોવા મળશે નહીં પરંતુ ધીમે ધીમે આના લાભ જોવા મળે છે.નોંધ : જો ઊંઘ ન આવવાની વધુ તકલીફ હોય તો ડોક્ટર કે વૈદની યોગ્ય સલાહ પછી જ તેઓએ આ ઉપાય અપનાવવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.