Uncategorized

Jioની બમ્પર ઓફર, મળી રહ્યો છે 40 GB એક્સ્ટ્રા ડેટા, આ 3 રિચાર્જ પ્લાન જાણી લો

Jio 40 GB extra data : રિલાયન્સ Jio દેશની અગ્રણી ટેક કંપની છે. Jio પાસે સૌથી વધુ ગ્રાહક છે. આવી સ્થિતિમાં કંપની પોતાના ગ્રાહકોનું પણ ખાસ ધ્યાન રાખે છે. કંપની તેના યુઝર્સને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્લાન ઓફર કરે છે. Jio પાસે ઘણા બધા પ્લાન છે. Jio પાસે કેટલાક એવા પ્લાન પણ છે જેમાં તે પોતાના યૂઝર્સને 40 GB ડેટા એક્સ્ટ્રા આપી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે કંપનીએ IPL 2023 ની શરૂઆતમાં કેટલાક નવા ક્રિકેટ પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્લાન્સમાં યુઝર્સને અમર્યાદિત કૉલિંગ અને 5G લાભો સાથે દરરોજ 3 GB ડેટા મળે છે. આ પ્લાન્સમાં ગ્રાહકોને 40 GB સુધીનો ડેટા વધારાનો આપવામાં આવે છે. કંપનીએ આટલી મોટી ઓફર આપવાનું કારણ એ છે કે વપરાશકર્તાઓ Jio સિનેમા એપ પર IPL મેચ અને OTT કન્ટેન્ટનો આનંદ માણી શકે. Jioના પ્લાન 219 રૂપિયા, 399 રૂપિયા અને 999 રૂપિયાના છે.

Jio 3GB Daily Data Plan Details: Jio રૂ. 219નો પ્લાનઃ રિલાયન્સ જિયો આ પ્લાનમાં દરરોજ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ આપે છે. આ સાથે, તમને દરરોજ 100 SMS અને 3 GB ડેટા મળે છે. એટલું જ નહીં, તમને 14 દિવસ માટે Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. Jio એ ઘણા યૂઝર્સને 5G વેલકમ ઑફર આપી છે, જો તમે આવા લોકોની યાદીમાં સામેલ છો, તો તમને આ પ્લાનમાં કોઈપણ વધારાના ચાર્જ વિના 5G ડેટા પણ મળશે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી આગાહી, રાજ્યમાં હજુ વધારે કાળઝાળ ગરમી પડશે

Jio રૂ. 399 પ્લાનઃ Jioના આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3 GB ડેટા મળે છે. આ સાથે જિયો (JIO) એપ્સનું સબસ્ક્રિપ્શન પણ દૈનિક 100 SMS સાથે આપવામાં આવે છે. જો આ પ્લાનની વેલિડિટી વિશે વાત કરીએ તો તમે આ પ્લાનનો 28 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: Mocha વાવાઝોડું ખતરનાક ચક્રવાતમાં ફેરવાય તેવી તૈયારી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર

Jio રૂ. 999નો પ્લાનઃ 40 GB વધારાના ડેટા સાથેના આ પ્લાનની યાદીમાં આ જિયાનો સૌથી મોંઘો પ્લાન છે. આમાં તમને દરરોજ 3 જીબી ડેટા મળે છે. આ સાથે, દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે