IndiaNews

Mocha વાવાઝોડું ખતરનાક ચક્રવાતમાં ફેરવાય તેવી તૈયારી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર

Mocha cyclone: હવામાનશાસ્ત્રીઓ જે વાતથી ડરતા હતા તેનો સમય આવી ગયો છે. તમને જણાવી દઈએ કે આવતા શુક્રવારે ‘Mocha cyclone’ ચક્રવાતનું રૂપ ધારણ કરશે. સંશોધકનું કહેવું છે કે ચક્રવાત ‘મોકા’ ઝડપથી બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને શુક્રવારે સવાર સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આ દરમિયાન 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે ગુરુવારે માહિતી આપી છે કે શુક્રવારે Mocha cyclone દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે. IMD અનુસાર, સાંજે 5:30 વાગ્યે, ચક્રવાતી તોફાન બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં, પોર્ટ બ્લેયરથી લગભગ 520 કિમી પશ્ચિમમાં અને કોક્સ બજારથી 1,100 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં આવશે.

હવામાન વિભાગની કચેરીએ જણાવ્યું કે ચક્રવાત મોકા શુક્રવારે વધુ તીવ્ર બનશે. ત્યારબાદ તે રવિવારે મ્યાનમારના બંદર શહેર સિત્તવે નજીક કોક્સ બજાર અને ક્યુકપ્યુ વચ્ચેના બીચ પર ટકરાશે. જેના કારણે આ વિસ્તારોમાં 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: સગાઈ કરીને ઘરે જઈ રહેલા પરિવારની ખુશી રસ્તામાં થયેલ અકસ્માતે છીનવી

હવામાન વિભાગની કચેરીએ માછીમારો, જહાજો, બોટ અને ટ્રોલર્સને રવિવાર સુધી મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં જતા લોકોને દરિયાકિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. IMD એ કોક્સ બજાર નજીક બાંગ્લાદેશના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તાર માટે 1.5-2 મીટર ઊંચા મોજાની આગાહી કરી છે. ચક્રવાતી તોફાનના કારણે શનિવારથી ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રવિવારે નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે.