GujaratRajkotSaurashtra

રાજકોટ: ભાજપ આગેવાન અને માર્કેટયાર્ડના ડીરેક્ટર જીતેન્દ્ર સખીયા એ ઝેરી દવા પી લેતા ચકચાર, હજુ ગઈકાલે જ પુત્રની સગાઇ હતી

રાજકોટના ભાજપ આગેવાન ડી.કે. સખિયાના પુત્ર જીતેન્દ્ર સખીયાએ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. જીતેન્દ્ર સખિયા એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. તેઓને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આપઘાતની કોશિશ કરનાર જીતેન્દ્ર સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે.

જીતેન્દ્ર સખીયાએ ઝેરી દવા પી લીધી હોવાના સમાચાર મળતા જ આગેવાનો હોસ્પિટલ પર ઉમટી પડ્યા છે.મળતી માહિતી મુજબ હજુ ગઈકાલે જ જીતેન્દ્ર સખીયા ના પુત્ર સાહિલની સગાઇ નો પ્રસંગ હતો. તાજેતરમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જીતેન્દ્રને ટિકિટ અપાઈ હતી અને તેમની જીત થઇ હતી. તેમના પિતા અગાઉ ડીરેક્ટર હતા.

જો કે અચનાક જીતેન્દ્ર સખીયા એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને પરિવારજનો ની પૂછપરછ ની કાર્યવાહી પણ કરાઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડ ની ચૂંટણી ખુબ જ મહત્વની ગણાય છે જેમાં પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન ડી.કે. સખીયાએ તેમના પુત્ર ને ડીરેક્ટર બનાવવા તમામ પ્રયાસો કરી લીધા હતા અને આખરે તેમના પુત્રની જીત થઇ હતી.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ