Gujarat

સ્કૂલોમાં કોરોનાનો કહેર વધતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

રાજ્ય સહિત દેશમાં આજથી 15 થી 18 વયજૂથના બાળકોને કોરોનાથી બચાવવા માટે અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને વેક્સિનેશન પ્રક્રિયા અંતર્ગત આવરી લેવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેના લીધે ગુજરાતમાં અનેક સ્કૂલોમાં રસી આપવાનું શરુ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં તરુણોના વેકસીનેશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગાંધીનગરની જી એમ ચૌધરી શાળામાં શિક્ષણમંત્રીએ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેમને આ દરમિયાન જણાવ્યું હતું કે, બાળકોને અનુરૂપ વેકસીન છે અને પ્રક્રિયા પ્રમાણે મંજૂરી આપવામાં આવી છે. વાલીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ જાતના પેનિક વગર બાળકોને રસી આપવામાં આવશે. હું રાજ્યની જાગૃત જનતાને સાથ સહકાર આપવા માટે અભિનંદન પાઠવું છું.

સ્કૂલોમાં કોરોનાનો કહેર વધતા શિક્ષણમંત્રી જીતુ વાધાણી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્યમંત્રી દ્વારા આજે તરૂણો માટે વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરાવવામાં આવી છે. હું આ વયના બાળકો અને તેમના માતા-પિતાને વિનંતી કરું છું કે, અનેક અપ્રચાર ભ્રમણાઓ ભૂતકાળમાં ચલાવવામાં આવ્યા હતા. બાળકોમાં વેક્સિનેશન હાલ આપણી પાસે એકમાત્ર લડવા માટે શસ્ત્ર રહેલું છે. રાજ્ય સહિત દેશની જનતાએ વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે આ સિવાય કોઈ પણ પ્રકારના પેનિક વગર WHO નું મંજૂરી સાથે વિદ્યાર્થીઓને આ વયના બાળકોને એમને અનૂકૂળ એવું રસી આપી તેમને કોરોનાથી રક્ષણ આપી શકાશે.

તેના સિવાય ધનસુરાની શાળામાં કોરોના ગાઈડલાઈનના ભંગને લઈને જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં પણ ફરિયાદ આવી છે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યની દરેક સ્કૂલોમાં કોરોનાના નિયમોનું પાલન થાય તેના માટે સૂચનાઓ અપાઈવી છે. આ સિવાય કોરોનાની ગાઈડલાઈન્સના પાલન કરવાની સૂચના આપી છે. તેમણે એ પણ જણાવ્યું છે કે, આ મામલો તમે અમારા ધ્યાન પર મુક્યો છે તે અંગે સુચના આપવામાં આવશે.

આ સિવાય જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, દિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 40 % સુધી દિવ્યાંગતા વાળા તમામને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે. 5.69 દિવ્યાંગોને તેનો લાભ મળશે. જ્યારે 2.82 લાખ પાસે કાર્ડ પણ મળી ચુક્યા છે. અત્યાર સુધી 40% થી વધુ દિવ્યાંગ હોય તેમને જ લાભ પ્રાપ્ત થતો હતો. પરંતુ નવા નાણાકીય વર્ષથી તેનો પ્રારંભ કરવામાં આવશે.