જો ઘરની આસપાસ અવાર-નવાર સાપ આવતા હોય તો આજે જ વાવી દો આ છોડ, સાથે શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી,
નમસ્કાર મિત્રો,આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે,આ વનસ્પતિને તમે ઘણી વાર જોઈ જ હશે.અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.આ વનસ્પતિના ઉપયોગો જોઈએ તો સૌથી પહેલા જે લોકોને માથામાં વધુ પડતો ખોડો થયો હોય,કાનમાં વધુ પડતો દુખાવો થતો હોય,એમના માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી.
આ વનસ્પતિને ગુજરાતી ભાષામાં મરવોથી પણ ઓળખીએ છીએ.આ વનસ્પતિને અમુક વિસ્તારમાં ડમરોથી પણ ઓળખે છે.આ બધા ઉપયોગો પ્રાચીન પુસ્તકોના આધારે અમે તમારી જોડે શેર કરીએ છીએ.સૌથી પહેલો ઉપયોગ જોઈએ તો જે કોઈ માણસને લાગે કે મારૂ શરીર અંદરથી બળી રહ્યું છે,બળતરા થતી હોય તેવું લાગે તો સૌથી પહેલા આ વનસ્પતિના અડધા ગ્રામ બીજ લો,ત્યારબાદ સાંજે પલાળી દો.
સવારે જોશો તો આ બીજ ફૂલી ગયા હશે,ત્યારબાદ આ બીજ ગાળી લો,પછી ગાયનું દૂધ,સાકર,અને આ બીજ આ બધુ મિક્સ કરી સવારે નરણા કોઠે પીવાથી શરીરની જે બળતરા છે તે એકદમ શાંત થઈ જશે.જો કોઈને માથામાં વધુ પડતો ખોડો થઈ જાય તો તેઓએ આ વનસ્પતિના પાંદડાનો બે ચમચી રસ લો,તેની અંદર 2 ચમચી લીમડાનો રસ ઉમેરો.
આ બંનેને મિક્સ કરી માથામાં નાખો,આ પ્રયોગ અઠવાડિયામાં 2 વાર કરશો તો પણ ખૂબ જ લાભ જોવા મળશે.બીજો ઉપયોગ કે,જો કોઈને કાનમાં રસી થઈ હોય,બહેરાશપણું લાગે,કે વધુ પડતો દુખાવો થાય ત્યારે તેઓએ સૌથી પહેલા આ વનસ્પતિના પાનના 2-3 ટીંપા રસ કાનમાં નાખો,આવું તમે બે-ત્રણ ટાઈમ કરશો તો પણ ખૂબ જ લાભ જોવા મળે છે.
બીજું કે,જે ઘરમાં અવાર-નવાર સાપ આવતા હોય તેઓ આ વનસ્પતિનો છોડ ઘરની આસપાસ અલગ અલગ જગ્યાએ વાવી દો.સાપ આવતા બંધ થઈ જશે.આનો આપણા પ્રાચીન પુસ્તક આર્યભિષેકમાં ઉલ્લેખ છે.નોંધ : જો કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની સલાહ લીધા પછી જ આ ઉપાય અપનાવો.