જો તમે રાજકોટ બાજુ જાઓ તો આ રેસ્ટોરન્ટમાં જમ્યા વગર પાછા ન આવતા, અહી ખાસ વાત એ છે કે મીઠાઇ અને ફરસાણ પણ અનલિમિટેડ…

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું રાજકોટ શહેરની, જ્યાં શહેરમાં અમૃત રેસ્ટોરન્ટ નામથી ખૂબ જ ફેમસ છે.જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને રાજકોટ રેલ્વે સ્ટેશન ઊભા હોવ તો જમવા માટે આ રેસ્ટોરન્ટ જે રેલ્વે સ્ટેશનની સામે જ આવેલ છે.અહી ૨૧૦ રૂપિયામાં ૩ પ્રકારની મીઠાઇ,૩ પ્રકારના ફરસાણ, ૪ જાતના શાક,સલાડ,રોટલી,પૂરી,દાળ-ભાત,છાશ આ બધી જ આઈટમ અનલિમિટેડ ખાઈ શકો છો.

ખાસ વાત એ છે કે મીઠાઇ અને ફરસાણ પણ અનલિમિટેડ આપવામાં આવે છે.અહી ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.જો આપણે એડ્રેસની વાત કરીએ તો રાજકોટ શહેરમાં રેલ્વે સ્ટેશનની સામે જ આ અમૃત રેસ્ટોરન્ટ આવેલ છે.અને છતાં પણ સરનામું ન મળે તો ૯૬૬૨૪૩૬૦૩૬ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.રેસ્ટોરન્ટના માલિકનું નામ ઋષિભાઈ છે.

અહિયાં લોકો દૂર-દૂરથી જમવા માટે આવે છે.જો તમે રાજકોટમાં રહેતા હોય અથવા રાજકોટ બાજુ જાઓ તો અહી રેસ્ટોરન્ટમાં જમવા ચોક્કસ જજો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.