જો તમને જમ્યા પછી ગેસ કે એસિડિટી જેવુ લાગે તો ૫-૭ મિનિટ કરો આ કામ, ખૂબ જ લાભદાયક છે,
નમસ્કાર મિત્રો,આજકાલ આપણે ઘણા એવા લોકો છે જોઈએ છીએ,જેમને જમ્યા પછી ગેસની સમસ્યા થતી હોય છે,ઘણા એવા લોકો છે જેમણે જમ્યા બાદ ખાટા ઓડકાર આવતા હોય છે,આવી નાની મોટી સમસ્યાઓ જોવા મળે છે.જો આ સમસ્યા વધતી જોવા મળે એ લોકો માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે.
જમ્યા બાદ તમામ લોકોએ ૫-૭ મિનિટ વજ્રાસન કરવાનું છે આ આસન શરીર માટે ખૂબ જ લાભદાયક છે,વજ્રાસન દરેક વ્યક્તિએ કરવાનું છે,જે લોકો એકદમ તંદુરસ્ત છે એમણે પણ આ આસન કરવાનું છે.જમ્યા બાદ ૫-૭ મિનિટ વજ્રાસન કરો,આ આસન કરવાથી આપણા પેટમાં વધારે માત્રામાં લોહી આવે,હા મિત્રો,જે લોકોને ગોઠણની તકલીફ હોય તેઓએ આ આસન ન કરવું.
આ સિવાય કે જેમણે ગેસ,એસિડિટી,કબજિયાત,પાચન શક્તિ નબળી હોય,પેટને લગતી સમસ્યા હોય,કમરના દુખાવા હોય આવા તમામ લોકોએ આ આસન ૫-૭ મિનિટ કરવાનું છે.
હા ખાસ ધ્યાન એ રાખો કે જમ્યા બાદ આ આસન કર્યા પછી ૨ મિનિટ માટે બંને પગને સીધા રાખો અને કમરને સીધી રાખો અને ૨ મિનિટ ટટ્ટાર બેસો,આવું કરવાથી જો આપણા શરીરમાં ખાલળી ચઢી હશે, લોહી બંધાયું હશે,એ લોહીની હેરફેર ચાલુ થઈ જશે.અને તમારો પગ પણ એકદમ વ્યવસ્થિત થઈ જશે.
આ આસન કરવાથી પેટની તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.અને પાચન શક્તિ ખૂબ સારી થાય છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.