જો તમને સૂકી ઉધરસ અથવા કફવાળી ઉધરસ થઈ હોય તો આજે જ આ વસ્તુ ઘરે બનાવો, દવા વગર મફતમાં ઉધરસ મટી જશે,
નમસ્કાર દોસ્તો,આજે આપણે દરેક વ્યક્તિને ઉપયોગી બને એ રીતે તમારી જોડે માહિતી શેર કરીશું,જો કોઈ વ્યક્તિને કફવાળી ઉધરસ થઈ હોય કે સૂકી ઉધરસ થઈ હોય તેમના માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે.જે એક જ દિવસમાં ધીમે ધીમે રાહત જોવા મળે છે.જો એવું લાગે કે હજુ સારું નથી થયું તો ૨-૩ દિવસ વધારે આ પ્રયોગ કરવાનો રહેશે.
બીજું કે જો કોઈ વ્યક્તિને ઘણા સમયથી ઉધરસ આવતી હોય તેઓએ આ પ્રયોગ થોડોક લાંબા સમય કરવો પડશે,તો ચાલો જાણીએ.આ વનસ્પતિનું નામ જામફળ છે.જામફળીના પાન ઉધરસ માટે ખૂબ જ ઉપયોગી છે.આ જામફળીના પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો,ચાલો જાણીએ.
સૌથી પહેલા જામફળીના કુણા ૫-૭ પાન લો, ત્યારબાદ આ પાનને ચોખ્ખા પાણીથી ધોઈ લો, ત્યારબાદ એક ગ્લાસ જેટલું પાણી તપેલીમાં ગરમ કરો, થોડુક ગરમ થાય ત્યારબાદ આ જામફળીના ૫-૭ પાન ઉમેરો, ધીમા તાપે ૪-૫ મિનિટ ગરમ થવા દો, ત્યારબાદ ૫ કાળા મરીના દાણા અને ૫ લવિંગના દાણા ઉમેરો, ત્યારબાદ ધીમા તાપે ગરમ થવા દો.
પછી જો તમને એમ લાગે કે હવે પાણી અડધું થઈ ગયું ત્યાં સુધી ઉકળવા દો, ત્યારબાદ આ પાણી નીચે મૂકી પાન, લવિંગ અને કાળા મરી અલગ કરો,ત્યારબાદ આ પાણી ગળણી વડે ગળી થોડું હુંફાળું હોય એ રીતે પી જાઓ.આ પાણી સવારે વહેલા નરણા કોઠે પીવું, આવી જ રીતે સાંજે જમ્યા પહેલા એટ્લે કે ૬ વાગે આ રીતે ઉકાળો બનાવી પીવો.
આ રીતે તમે ફક્ત ૨ ટાઈમ જામફળીનો ઉકાળો બનાવી પીશો તો એક જ દિવસમાં ઉધરસમાંથી છુટકારો મળશે.નોંધ : જો કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપવાનો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.