JunagadhNewsSaurashtra

જૂનાગઢ: યુવકે રસ્તામાં ઉભેલી મહિલાને લિફ્ટ આપી અને પછી થયું ન થવાનું…

યુવાનોને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાનાક કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ભેસાણ તાલુકાના એક યુવક સાથે આવી જ એક ઘટના બની છે. હાલ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેસાણ તાલુકાના ધોળવા ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ કરનારી ગેંગની ધરપકડ કરી લીધી છે. આ ગેંગમાં ત્રણ લોકો છે જેમાં એક મહિલા પણ સામેલ છે.

મળતી માહિતી અનુસાર, જે યુવકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો તેનું નામ ભાવેશભાઈ રામજીભાઈ બોરડ છે. તે જૂનાગઢના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે વસવાટ કરે છે અને ખેતી કામ કરીને ગુજરાન ચલાવે છે. 35 વર્ષીય ભાવેશભાઈ પોતાની મોટર સાયકલ પર મેંદપરા ગામથી જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ભેંસાણ ચારરસ્તા પાસે એક અજાણી મહિલાએ તેમની મોટરસાયકલ રોકીને લિફ્ટ માંગી હતી. ત્યારે ભાવેશભાઈએ તે મહિલાને પોતાની મોટર સાઈકલ ઉપર લિફ્ટ આપી હતી. જો કે, થોડા આગળ જતા જ બે મોટર સાઈકલ સવારે ભાવેશભાઈની મોટરસાઇકલને રોકી હતી. અને પોતાને એલસીબી પોલીસના માણસો હોવાનું જણાવ્યું હતું. જે બાદ ભાવેશભાઈ સાથે પુછપરછ કરી હતી કે, આ મહિલા કોણ છે? શું તમે તેને ઓળખો છો? તમે બીજાની પત્નીને લઈને કેમ ફરો છો? આ પ્રકારના સવાલો કરીને ભાવેશભાઈને મોટર સાઈકલ પર બેસાડીને ગેરકાયદેસર અટકાયત કરીને જૂનાગઢ ખાતે લઇ ગયા હતા. ત્યારબાદ આ કેસને રફેદફે કરવા માટે ભાવેશભાઈ પાસે ત્રણ લાખની અને રૂ.1.20 લાખ પતાવટ માટે ખંડણી માંગી હતી. ત્યારે ભાવેશભાઈનો ભાઈ મુકેશ ભોરડ સુરત ખાતે હતો. જેને કારણે આંગડિયા દ્વારા પૈસા મોકલવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ભેંસાણ તાલુકાના આગેવાનોએ આ બાબતની જાણ ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલાની જાણ થતા જ જૂનાગઢ જિલ્લાના ડીઆઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ હનીટ્રેપના ગુન્હાની ગંભીરતા સમજીને ભાવેશભાઈને છોડાવવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક અસરથી તપાસ હાથધરી હતી. અને મુકેશભાઈનો મોબાઈલ ફોનથી સંપર્ક કરીને ફરિયાદી ભાવેશભાઈના નામે આંગડિયા પેઢીમાં નાણાં મંગાવવામાં આવ્યા હતા. ત્યારે અરવિંદ ગજેરા નામનો એક આરોપી રૂપિયા લેવા આવતા ફરિયાદી ભાવેશભાઈને આરોપીની ચુંગાલમાંથી પોલીસે છોડાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સમગ્ર મામલે હાલ જૂનાગઢ પોલીસે ભાવેશભાઈના અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ કેસમાં જૂનાગઢ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અમરેલીના અરવિંદ ઉર્ફે અનિલ ગજેરા( 37 વર્ષ), રાજકોટના ભરત પારધી(29 વર્ષ) અને જિન્નતબેન ઉર્ફે બીબીબેન ઘાંચીનો(38 વર્ષ) સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે