Gujarat

ગુજરાતમાં ફરી ભરતી કૌભાંડ સામે આવ્યું, નાપાસ ઉમેદવારોને જુનિયર ક્લાર્ક તરીકે નિમણુંક કરવામાં આવ્યા, પછી જોવા જેવું થયું…..

ગુજરાતમાં સતત ભરતી કૌભાંડની બાબતો સામે આવી રહી છે. એવામાં આજે એવી જ ઘટના સામે આવી છે. રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરીરીતીનો મામલો સામે આવ્યો છે. રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની ભરતીમાં 122 જગ્યા પર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. CPT પરીક્ષામાં નાપાસ થયેલા 27 વિદ્યાર્થીઓની નિમણૂંકતા કરવામાં આવી છે. તેના લીધે વિરોધ ઉભો થયો છે.

તેની સાથે 27 ઉમેદવારે CPT આપી નથી અથવા નાપાસ છે તેમ છતાં તેમને નોકરી અપાઈ છે. ત્યારે CPT નાપાસ ઉમેદવારને શરતી નિમણૂકતા આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. તેમ છતાં આ બાબતમાં અહેવાલ સામે આવ્યા બાદ તાત્કાલિક ધોરણે પરિણામ હટાવવામાં આવ્યું હતું. રાજકોટ મનપા દ્વારા સિલેક્ટ ઉમેદવારોની યાદી સુધારવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની ભરતીના પાસ ઉમેદવારોની યાદી સુધારવામાં આવી હતી.

નોંધનીય છે કે, ભરતીની જાહેરાતમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે, જે ઉમેદવાર cpt પાસ કરશે તે જ આગળની પ્રક્રિયા માટે યોગ્ય ગણવામાં આવશે. જયારે શરતી નિમણુક કેમ આપવામાં આવી? અને એવી તો શું જરૂરિયાત પડી કે રાતો રાત ભરતીના નિયમો બદલી નાખવામાં આવ્યા હતા. તેને લઈને ઉમેદવારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા.

જ્યારે આ બાબતમાં વિવાદ ઉભો થતા RMC દ્વારા ફાઇનલ ઓર્ડરની યાદીમાં તાત્કાલિક ધોરણે સુધારો કરવામાં આવ્યો હતો. મુખ્ય પરીક્ષા અને CPT ની પરીક્ષામાં પાસ હોય તેવા અરજદારોને સામેલ કરવામાં આવ્યા છે. આ બાબતમાં ગઈ કાળના કેટલાક અરજદારો દ્વારા મેયર અને કમિશનરને આ બાબતમાં રજૂઆત કરવામાં આવી હતી. અંતે આ રજૂઆત બાદ મેયર પ્રદીપ ડવ દ્વારા રિઝલ્ટમાં સુધારો કરવાની સૂચના આપવામાં આવી હતી. અંતે સુધારેલ યાદી મુકવામાં આવ્યું હતું.