GujaratSouth GujaratSurat

બાળકીની માત્ર એક ભૂલ કે તેણે રડવાનું શરુ કર્યું, ક્રોધિત માતાએ તેનો જીવ જ લઇ લીધો

સુરત શહેરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના વેડરોડ વિસ્તારમાં થયેલી માસુમ બાળકીની હત્યામાં વળાંક આવ્યો છે. આ માસુમ બાળકીની હત્યા તેની માતા દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બાળકી જનમજાત જ દિવ્યાંગ હતી અને તે પોતે ચાલી પણ શકતી નહોતી. અવારનવાર ક્રોધમાં આવી જઈ માતા દ્વારા માસુમ બાળકીને માર મારવામાં આવ્યો હતી. એવામાં બાળકી રોકકળ કરતા માતાને ગુસ્સો આવી ગયો અને તેને ઊંચકીને ફેંકી દીધી હતી. તેના લીધે બાળકીને પેટ અને પાસળીના ભાગમાં ગંભીર ઈજા થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેનાર બિલકિસ બાનું મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ભરણપોષણ કરતી હતી. તેને સંતાનમાં પાંચ વર્ષની બાળકી પણ રહેલી હતી. તેમ છતાં આ બાળકી જન્મજાત દિવ્યાંગ હતી અને તે ચાલવામાં અસમર્થ હતી. બાળકીની હાલત એટલી દયનીય હતી કે, ઘરમાં ગમે તે જગ્યાએ તે બાથરૂમ પણ કરી લેતી હતી. એવામાં બિલકીશ પોતે બજારમાં ગયેલી હતી. તે કારણોસર બાળકીને તે બાજુના ઘરે બાળકીને મુકીને ગઈ હતી અને ત્યાર બાદ તેને ઘરે લઇ ગઈ હતી.

ત્યાર બાદ બાળકી દ્વારા સતત રડવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. તેના લીધે માતાને ગુસ્સો આવી ગયો અને બાળકીને તેને ઊંચકીને ફેંકી દીધી હતી. તેના લીધે આ બાળકીને પેટ અને પાસળીના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. એક કલાક બાદ બાળકીને ખેંચ જેવું આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતું. ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: પાટણમાં રાણકી વાવ જોવા આવેલ યુવક પર વીજળી પડતા કરુણ મોત

આ પણ વાંચો: મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયો તોતિંગ ઘટાડો

જ્યારે ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી અને આ મામલામાં તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં તપાસ દરમિયાન પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખેંચ આવતા બાળકીનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાળકી પીએમ કરાવવામાં આવતા કંઇક બીજું જ સામે આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે, બાળકીને પેટ અને છાતીના ભાગમાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ બિલકીસ દ્વારા પોતે આ બાળકીને ક્રોધમાં આવીને ફેંકી દીધી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી લીધી હતી. હાલમાં પોલીસ દ્વારા બિલકીસને ધરપકડ કરી જેલ ભેગી કરી દેવામાં આવી છે.