કબજિયાત દૂર કરવા માટે આ વસ્તુ અમૃત સમાન, ૫ મિનિટમાં સડસડાટ પેટ સાફ થઈ જશે…
નમસ્કાર મિત્રો, આજકાલ ઘણા લોકોને કબજિયાતની સમસ્યા જોવા મળે છે.કબજિયાત એક સર્વસામાન્ય બીમારી છે.કબજિયાત થાય એટ્લે ઘણા લોકો બજારમાંથી કાયમ ચૂર્ણ, પેટસફા, ડાયજેસ્ટ ફાસ્ટ, આવી દવાઓ લેતા હોય છે.પરંતુ આયુર્વેદમાં કબજિયાત 3 પ્રકારમાં કહી છે.અને ત્રણેયની ટ્રીટમેંટ અલગ અલગ કહી છે.એટ્લે આપણે મોટામાં મોટી ભૂલ કરીએ છીએ.
એક વાયુની કબજિયાત, બીજી પિત્તની કબજિયાત, અને ત્રીજી કફની કબજિયાત.ઘણા લોકો થોડું ખાતા હોય તો પણ તેમણે ગેસ થતો હોય છે.આપણે વાયુની કબજિયાત વિશે વાત કરીશું.આયુર્વેદમાં વાયુની કબજિયાત માટે માત્રને માત્ર હરડેનો નિર્દેશ કર્યો છે.વાયુ માટે હરડે અને દિવેલ જેવુ કોઈ ઉત્તમ ઔષધ નથી.
જો તમને વાયુની કબજિયાત હોય તો બજારમાં એરંડ ભૃષ્ઠ હરતકી ચૂર્ણ મળે છે,તૈયાર લઈ લો.એ ચૂર્ણ બની શકે તો સવારે નરણા કોઠે લેવાનું રાખો.અને જો અનુકૂળ ન હોય તો જ સાંજે રાત્રે સૂતા લો.હરડે એક એવી વસ્તુ છે જેને તમે જીવો ત્યાં સુધી લઈ શકો છો,તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.