બૉલીવુડ અભિનેત્રી કાજોલ અને અભિનેતા અજય દેવગણની દીકરી ન્યાસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તે એક ખુબ જ ફેમસ ચહેરો છે. તે અવારનવાર પોતાના ફોટો પોતાના ચાહકો માટે શેર કરે છે. એટલે સુધી કે તેના ઘણા ફોટો બહુ જલ્દી વાઇરલ જતા હોય છે. શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની જેમ અજય દેવગણની દીકરી ન્યાસા પણ પોતાના ફોટોને લીધે ખુબ ચર્ચામાં રહે છે.
ન્યાસા દેવગને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. આ તસવીર જોઈને તેના ફેન્સ તેને પૂછી રહ્યા છે કે તેની માતા કાજોલ દેવગણે તેને આવા કપડા કેવી રીતે પહેરવા દીધા? ખરેખર, ન્યાસા દેવગન પહેલીવાર બોલ્ડ તસવીર શેર નથી કરી રહી, તેણે આ પહેલા પણ પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ન્યાસા દેવગણ પોતાની સુંદર ફોટોથી પોતાના ચાહકોનું ખુબ ધ્યાન ખેંચે છે. તેના આ આકર્ષક ફોટો પર લોકો ખુબ કૉમેન્ટ્સ કરી રહ્યા છે.પોતાના આ લેટેસ્ટ ફોટોમાં ન્યાસા દેવગણ એ લીલા રંગના ક્રોપ ટોપ પહેરેલી દેખાઈ રહી છે. યુઝર્સ આ ફોટોને બોલ્ડ ફોટો ગણાવી રહ્યા છે અને ન્યાસાની સુંદરતાના ખુબ વખાણ કરી રહ્યા છે. અહીંયા ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે હિન્દી ફિલ્મોમાં ન્યાસા જલ્દી જ ડેબ્યુ કરશે. તેની પણ ઘોષણા જલ્દી જ કરવામાં આવી શકે છે. જો કે આ વાત એ તેના ચાહકો દ્વારા એક તુકો લગાવવામાં આવી રહ્યો છે.
આ પહેલા ન્યાસા દેવગણે બ્લેક ડ્રેસમાં પોતાની બોલ્ડ તસવીર શેર કરી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે તેની નવી તસવીર પર તેના ફેન્સ તેની સ્મિતની સાથે સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ન્યાસા હાલમાં જ રાત્રે તેના મિત્ર સાથે ડિનર માટે જતી જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે બાદ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.